નવસારીમાં ભયંકર વાવાઝોડું અને વરસાદ: વૃદ્ધનું પતરા તૂટી પડવાથી ગંભીર ઈજાઓ પહોંચતા ધટનાસ્થળ પર જ મોત: જુઓ વિડિઓ

નવસારીમાં ભયંકર વાવાઝોડું અને વરસાદ: વૃદ્ધનું પતરા તૂટી પડવાથી ગંભીર ઈજાઓ પહોંચતા ધટનાસ્થળ પર જ મોત: જુઓ વિડિઓ

નવસારી જિલ્લાના વિજલપોર ખાતે આવેલા શ્યામનગર વિસ્તારમાં આજે ભયંકર વાવાઝોડા અને વરસાદના કારણે દુઃખદ ઘટના બની છે. 75 વર્ષીય સોમનાથ શિંપી તેમના ઘરમાં હતા ત્યારે છતના પતરા તૂટી પડતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથા અને પગમાં ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ અવસાન થયું છે.

પરિવારજનોએ આર્થિક સહાય માંગ

વૃદ્ધના પરિવારજનોએ આ દુર્ઘટનાને ધ્યાનમાં લઈ સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગ ઉઠાવી છે. અવ્યવસ્થાને સામે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં વાવાઝોડા અને વરસાદના કારણે અનેક ઝાડ તૂટી પડ્યાં છે.નવસારી ફાયર બ્રિગેડને 10 જેટલા કોલ મળ્યા છે અને મહાનગરપાલિકાની ટીમો માર્ગ પરથી ઝાડ હટાવવાની કામગીરીમાં લાગી ગઈ છે. અનેક કાચા મકાન અને રસ્તાઓ પર ઝાડ પડતા જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે.

નવસારી જિલ્લાના લોકોને આકસ્મિક ઘટના ટાળવા માટે સાવચેત રહેવાની વહીવટીતંત્રએ અપીલ કરવામાં આવી છે. લોકો ઘરમાં જ રહેવાની અને બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

પ્રકૃતિના આ તાંડવને પહોંચી વળવા માટે વધુ મજબૂત વ્યવસ્થાઓનું તંત્ર દ્વારા આયોજન કરવું જરૂરી બન્યું છે. આવી દુર્ઘટનાઓ ટાળવા માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.જેથી લોકોનો જીવ બચાવી શકાય.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *