યુદ્ધ ની સ્થિતિ માં રેડક્રોસ નવસારી જીલ્લા શાખા ખાતે ચોવીસ કલાક રક્તદાન કરવા નગરજનો ને જાહેર અપીલ
- Local News
- May 10, 2025
- No Comment
હાલ યુદ્ધ ની સ્થિતિ ના કારણે સમગ્ર દેશ માં એલર્ટ ની સ્થિતિ છે ત્યારે સરકાર ના આદેશ અને રાજ્ય રેડક્રોસ ના માર્ગદર્શન થી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી દ્વારા રેડક્રોસ બ્લડ સેન્ટર (રેડ ક્રોસ ભવન) બી. કે. શાહ રેડક્રોસ ભવન ,સિવિલ હોસ્પિટલ પાસે નવસારી ખાતે 24 કલાક દરમ્યાન રક્તદાન કેમ્પ શરૂ રાખી ને સંભવિત અસર માં જો લોહી ની અછત થાય તો તેને પહોંચી વળવા માટે નગરજનો ને રક્તદાન કરવા માટે આવવા અને શહેર માં પોતાના વિસ્તાર, કંપની અને એકમો, સંસ્થાઓ અને સોસાયટી માં 10 કે તેથી વધુ રક્તદાતાઓ મળી ને રક્તદાન કેમ્પ નું આયોજન કરવા માટે રેડક્રોસ સોસાયટી નવસારી સંપર્ક 9426894484 ( ડો. નરેશ ધાનાણી) 9898250570 (તુષારકાંત દેસાઈ, ચેરમેન)9825476790 (ડો. ધર્મેશ કાપડીઆ, માનદ મંત્રી)ઉપર સંપર્ક કરવા રેડક્રોસ દ્વારા જાહેર અપીલ કરવા માં આવી છે.