નવસારીમાં જૂના ફૂટ ઓવરબ્રિજને તોડવાના તેમજ વલસાડ નવા બની રહેલા બ્રિજ કામને લઇ ટ્રેન બ્લોક, કેટલીક ટ્રેનો રદ તો કેટલીક મોડી થશે
- Local News
- May 24, 2025
- No Comment
નવસારી શહેરમાં રેલવે સ્ટેશને આવેલા વર્ષો જૂના ફૂટ ઓવરબ્રિજ ને તોડી પાડવાની કામગીરીના કારણે આગામી 26 અને 27 મેના રોજ રેલવે ટ્રેક પર ટ્રેન બ્લોક અમલમાં લાવવામાં આવશે. આ કામગીરી દરમિયાન બે મેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કુલ 11 ટ્રેનો તેમના નિયત સમય કરતાં મોડી થશે.
નવસારી જ નહીં, વલસાડમાં પણ નવા બની રહેલા બ્રિજ પર ગર્ડર મૂકવાના કામને લીધે આ બ્લોક લેવામાં આવ્યો છે. ખાસ કરીને નવસારીના ફૂટબ્રિજના મધ્યના ભાગને હટાવવાની કામગીરી માટે બે દિવસ બ્લોક રહેશે. વલસાડ-અતુલ વચ્ચેના ટ્રેક પર ગર્ડર લગાવવાનું કામ પણ આ સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે.

રદ થનારી ટ્રેનો:
69153 ઉમરગામ રોડ-વલસાડ મેમુ
69154 વલસાડ-ઉમરગામ રોડ મેમુ
મોડી થનારી ટ્રેનો (તારીખ મુજબ):
25 મે:
12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ – 1 કલાક 50 મિનિટ
22195 ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ – 25 મિનિટ
19567 તુતીકોરીન-ઓખા એક્સપ્રેસ – 1 કલાક 50 મિનિટ
26 મે:
19015 દાદર-પોરબંદર એક્સપ્રેસ – 20 મિનિટ
22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ – 1 કલાક 30 મિનિટ
12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ – 1 કલાક 50 મિનિટ
19028 જમ્મુ તાવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – 1 કલાક 30 મિનિટ
22195 ઝાંસી-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ – 30 મિનિટ

27 મે:
19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ – 25 મિનિટ
09003 મુંબઈ સેન્ટ્રલ-દિલ્હી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ – 30 મિનિટ
22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ – 1 કલાક 30 મિનિટ
યાત્રીઓએ ભવિષ્યનાં યાત્રા આયોજનમાં આ ફેરફારનો ધ્યાનમાં રાખે તેવી અપીલ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે.