પોલીસ અધિક્ષકની કચેરી નવસારી દ્વારા ત્રણ નવા કાયદાની થીમ આધારીત ચિત્રો અને ઓડિયો/વિડિયો કોન્ટેન્ટ સ્પર્ધાનું આયોજન: આકર્ષક ઇનામો જીતવાની તક

પોલીસ અધિક્ષકની કચેરી નવસારી દ્વારા ત્રણ નવા કાયદાની થીમ આધારીત ચિત્રો અને ઓડિયો/વિડિયો કોન્ટેન્ટ સ્પર્ધાનું આયોજન: આકર્ષક ઇનામો જીતવાની તક

પોલીસ અધિક્ષકની કચેરી નવસારી દ્વારા ત્રણ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ- ૨૦૨૩ની થીમ આધારીત ચિત્રો અને ઓડિયો/વિડિયો કોન્ટેન્ટ સ્પર્ધાનું આયોજન આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં નવસારી જીલ્લાના તમામ નાગરીકો ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર નાગરીકોએ ત્રણ નવા કાયદાની થીમ આધારીત બનાવેલ ચિત્ર, ઓડિયો કોન્ટેન્ટ અને વિડિયો કોન્ટેન્ટ પોલીસ અધિક્ષકની કચેરી નવસારીને ઈ-મેઈલ આઈ.ડી. sss-sp-nav@gujarat.gov.in ઉપર મોકલવાના રહેશે. તેની સાથે સ્પર્ધકનું નામ, ઉમર, રહેણાંક સરનામુ, મોબાઈલ નંબર તથા આધારકાર્ડ બીનચુક મોકલવાના રહેશે.

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમના વિજેતાને ૦૫ હજાર, બીજા ક્રમે ૩ હજાર, ત્રીજા ક્રમે ૦૨ હજારનું ઇનામ આપવામાં આવશે. ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમના વિજેતાને ૧૫ હજાર, બીજા ક્રમે૧૦ હજાર, ત્રીજા ક્રમે ૦૫ હજારનું ઇનામ આપવામાં આવશે. અને વિડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમના વિજેતાને ૨૦ હજાર, બીજા ક્રમે ૧૫ હજાર, ત્રીજા ક્રમે ૧૦ હજારનું ઇનામ આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ઓડિયો કોન્ટન્ટ તથા વિડિયો કોન્ટન્ટ વધુમાં વધુ ૫ (પાંચ) મિનિટ સુધીનું રાખવાનું રહેશે. સ્પર્ધાનું પરિણામ સોશ્યલ મિડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. તથા આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ના કલાક ૨૪/૦૦ બાદ આવેલ સ્પર્ધકોની એન્ટ્રીઓ માન્ય ગણાશે નહિ. જેથી તમામ નવસારીની જાહેર જનતાને સ્પર્ધામાં ભાગ લઇ આકર્ષક ઇનામો જીતવા નાયબ પોલીસ અધિક્ષક નવસારી દ્વારા જણાવ્યું છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *