સૌરાષ્ટ્ર સમાજના આગેવાન અને માજી પાલિકા પ્રમુખ ભગવાનદાસ પાંચોટિયા ની બીજી પુણ્યતિથિએ રક્તદાન શિબિર યોજાયો
- Local News
- June 14, 2025
- No Comment
સૌરાષ્ટ્ર કડવા સમાજના આગેવાન અને પાલિકાના પ્રમુખ ભગવાનદાસ પાંચોટિયા ની બીજી પુણ્યતિથિએ યોગા નું યોગ વિશ્વ રક્તદિવસના દિને સૌરાષ્ટ્ર કડવા પટેલ વાડીમાં રક્તદાન શિબિર યોજાયો હતો આ શિબિરમાં લોકપ્રિય ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી ચેમ્બર પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ જગમાલભાઇ દેસાઈ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાનદાસ પાંચોટિયા ની પુત્ર બેલડી મહેન્દ્ર તથા રાકેશ પાંચોટિયા અને વરિષ્ઠ આગેવાન કાંતિભાઈ પાંચોટિયા દ્વારા આવકાર અને સમગ્ર 100 જેટલા રક્ત દાતાઓનો અભિવાદન થયું હતું.