ચાર વર્ષ પછી ગુમ થયેલ દીકરાની સુરક્ષિત ઘર વાપસી: બીલીમોરા પોલીસની ટેક્નોલોજી આધારિત તપાસ અને માનવિય અભિગમે આપ્યું સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું 

ચાર વર્ષ પછી ગુમ થયેલ દીકરાની સુરક્ષિત ઘર વાપસી: બીલીમોરા પોલીસની ટેક્નોલોજી આધારિત તપાસ અને માનવિય અભિગમે આપ્યું સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું 

નવસારી જિલ્લાના બીલીમોરા પોલીસે “સેવા – સુરક્ષા – શાંતિ”ના સિદ્ધાંતને સાર્થક કરતા માનવતાભર્યું કાર્ય કરીને ચાર વર્ષથી ગુમ થયેલા યુવકને તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. બીલીમોરા પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ અને આધુનિક તપાસ પદ્ધતિઓના સહારે ૧૮૦૦ કિમી દૂર બિહાર રાજ્યના ઈસ્ટ ચંપારણ જિલ્લાના મોતીહારી નજીકના એક અંતરીયાળ પોલ્ટ્રી ફાર્મમાંથી યુવક યોગેશભાઈ ઈશ્વરભાઈ કોળી પટેલને શોધી કાઢ્યો હતો.

https://youtube.com/shorts/IMmk6OuhFLQ?si=8EYbRVLHXt1CEOuM

સંવેદનશીલતા સાથે કાર્યવાહી

ગણદેવી તાલુકાના નાંદરખા ગામના ઘાંચીવાડ રોડ મહોલ્લામાં નિવાસી અને અગાઉ વિદ્યુત સહાયક તરીકે કાર્યરત ૩૪ વર્ષીય યોગેશભાઈ વર્ષ ૨૦૨૧માં અગ્મય ઘરેલૂ વિવાદના કારણે ઘર છોડી જતો રહ્યો હતો. પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવતા બીલીમોરા પોલીસ મથકે ગુ.જ.નં. ૧૧/૨૦૨૨ હેઠળ તપાસનો આરંભ કર્યો હતો. પરતું યુવકને શોધવામાં સફળતા હાથ લાગી ન હતી.

ગુમ થયેલ યુવાને શોધવા ગંભીરતા સાથે લઈને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ બીલીમોરા પોલીસ ટીમે સંયમ,ચાતુર્ય અને ટેક્નોલોજીનો સહારો લેતાં તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ટેકનોલોજીનું સક્ષમ સેવાઓમાં રૂપાંતર થકી શોધ

યોગેશભાઈના જુના સોશિયલ મીડિયા એકાઉન્ટ,અગાઉના મિત્રોની પૂછપરછ અને નોકરી સંબંધિત માહિતીના આધારે પોલીસને તેની શોધખોળ શરૂ કરી હતી ત્યારબાદ આધુનિક ટેકનિકલ સાધનો જેમ કે ઓનલાઇન વોટર લિસ્ટ,બેંક ટ્રાન્ઝેક્શન અને લોકેશન સર્વેલન્સ દ્વારા તેમના ઈસ્ટ ચંપારણ જિલ્લાની પુષ્ટિ યોગેશભાઈ ઈશ્વરભાઈ કોળી પટેલ ઉંમર: ૩૪ વર્ષ રહે:નાંદરખા ગામ,ઘાંચીવાડ રોડ,તાલુકો ગણદેવી,જિલ્લા નવસારી થઈ હતી.

બીલીમોરા પોલીસ ની જયદીપસિંહ વી ચાવડા પોલીસ ઈન્સ્પેક્ટર આગેવાનીમાં એક ટીમ અ.હે.કો હિરેનકુમાર મનુભાઇ,અ.હે.કો મહેશભાઈ સતિષભાઈ નોકરી બીલીમોરા પો.સ્ટે, એલ.સી.બી. નવસારી ટેકનીકલ સર્વેલન્સ ટીમને અંતે મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમ મોતીહારી નજીકના એક પોલ્ટ્રી ફાર્મ સુધી પહોંચી અને યોગેશ પટેલ ને શોધી કાઢ્યો હતો. ટીમને પ્રાથમિક તપાસ માત્ર રૂ.૭,૦૦૦/- માસિક પગારની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

ભાવુક પળો: માતા-પિતાનું સંવેદનશીલ પુનર્મિલન

બીલીમોરા પોલીસની ટીમે તેમની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી, અને નવસારી પાછા લાવ્યા પછી બીલીમોરા ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવાર સાથે તેમનો ભાવુક મિલન દ્રશ્ય પોલીસ માટે પણ સંવેદનાત્મક ક્ષણ બની હતી.

યોગેશભાઈ ઈશ્વરભાઈ કોળી પટેલ ઉંમર: ૩૪ વર્ષ રહે નાંદરખા ગામ, ઘાંચીવાડ રોડ, તાલુકો ગણદેવી, જિલ્લા નવસારી પોતે વ્યારા ખાતે રૂ.૨૩,૦૦૦/- પગાર સાથે નોકરી કરતા યુવક માટે જીવનની તકલીફોએ તેને અજાણ્યા રાજ્યમાં તરફ ધકેલી દીધા હતો. બીલીમોરા પોલીસે કરેલ કામગીરી થકી અને જવાબદારી ભરેલું કાર્ય કરીને સમાજ સામે એક સકારાત્મક ઉદાહરણ રજૂ કર્યું છે.

કામગીરી કરનાર બીલીમોરા પોલીસ ટીમ:-

(૧) જયદીપસિંહ વી ચાવડા પોલીસ ઈન્સ્પેક્ટર

(૨) અ.હે.કો હિરેનકુમાર મનુભાઇ

(૩) અ.હે.કો મહેશભાઈ સતિષભાઈ

(૪) એલ.સી.બી. નવસારી ટેકનીકલ સર્વેલન્સ ટીમ

આ સમગ્ર મામલે ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, સંવેદનશીલતા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાની કાર્ય ક્ષમતાનો શ્રેષ્ઠ દાખલો પુરો પાડ્યો છે. માનવતાની સાચી સેવા એટલે આવી કાર્યવાહી જ્યાં એક ગુમ થયેલું વ્યક્તિનું ફરી એકવાર પરિવાર મિલન થયું

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *