‘એક પેડ માં કે નામ’ ૨.૦ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અને નવસારી મહાનગરપાલિકા દ્વારા મોબાઇલ એપ્લિકેશન ખુલ્લી મુકી વૃક્ષરથને પ્રસ્થાન કરાવાયું
- Local News
- June 19, 2025
- No Comment
મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન નોંધણી કરાવી ફક્ત ૫-૭ દિવસમાં વિનામૂલ્યે પોતાના ઘરે રોપા મેળવો
સામાજિક વનીકરણ વિભાગ નવસારી અને નવસારી મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે નવસારી શહેરમાં ‘એક પેડ માં કે નામ’ ૨.૦ અંતર્ગત જાહેર જનતા માટે મોબાઇલ એપ્લિકેશન ખુલ્લી મૂકવામાં આવી તથા વિનામૂલ્યે રોપ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ હતું. આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા શહેરના કોઈ પણ નાગરિક, સંસ્થા કે ઉદ્યોગ યુનિટ જરૂરિયાત પ્રમાણે એપ્લિકેશન પર જઈ નોંધણી કરાવી રોપાની માંગણી કરી શકશે અને ૫-૭ દિવસમાં વિનામૂલ્યે તેમના ઘરે અથવા સંસ્થામાં રોપ પહોચાડવામાં આવશે.
આજના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષરથને નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, નવસારી નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ઉર્વશી પ્રજાપતિ તથા નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે લીલી જંડી આપી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
