બીલીમોરાની કવયિત્રીનું સાહિત્યમાં ગૌરવસભર ઉપલબ્ધિ:પ્રતિષ્ઠિત શયદા એવોર્ડ હર્ષવી પટેલને મળ્યો

બીલીમોરાની કવયિત્રીનું સાહિત્યમાં ગૌરવસભર ઉપલબ્ધિ:પ્રતિષ્ઠિત શયદા એવોર્ડ હર્ષવી પટેલને મળ્યો

કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’ માટે ઇન્ડિયન નેશનલ થિયેટર તરફથી હર્ષવી પટેલનું સન્માન 

ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બીલીમોરાની યુવા કવયિત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર – આદિત્ય બિરલા સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ, મુંબઈ તરફથી વર્ષ ૨૦૨૫ નો પ્રતિષ્ઠિત શયદા એવોર્ડ એનાયત થયો છે.

ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર્યદિનની પૂર્વસંધ્યાએ મુંબઈ સ્થિત ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે ભવ્ય મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે હર્ષવી પટેલે પોતાની સંવેદનશીલ અને આધુનિક અભિવ્યક્તિથી સભાનું મન મોહી લીધું અને પ્રેક્ષકોની કર તાળીઓ સહ ભરી પ્રશંસા મેળવી હતી.

શયદા એવોર્ડ યુવા કવિઓને એમના સાહિત્યસર્જન માટે અપાતા એવોર્ડ તરીકે ઓળખાય છે. વર્ષ ૧૯૯૭ થી શરૂ થયેલી આ એવોર્ડ પરંપરામાં હર્ષવી પટેલ પ્રથમ મહિલા કવયિત્રી છે જેમને આ એવોર્ડ મળ્યો છે, જે સમગ્ર નવસારી જિલ્લા અને ખાસ કરીને બીલીમોરા માટે ગૌરવની વાત છે.

આ એવોર્ડ માટે ઉદયન ઠક્કર, હર્ષ બ્રહ્મભટ્ટ અને હિતેન આનંદપરા જેવી પ્રતિષ્ઠિત સાહિત્યકારોની પસંદગી સમિતિ જોડાયેલી હતી. કાવ્યસર્જનના આધારરૂપ, હર્ષવી પટેલના તાજેતરમાં પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહ ‘તારી ન હો એ વાતો’ ના આધારે તેમને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

આ અવસરે રાજશ્રી બિરલાના હસ્તે હર્ષવી પટેલને શયદા એવોર્ડ, સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને પુરસ્કાર રકમથી સન્માનિત કરવામાં આવ્યું છે.સાહિત્યના માધ્યમથી સમાજમાં ભાવનાત્મક સમજણ અને ભાષાની સુંદરતા પહોંચાડતી હર્ષવી પટેલનું કાર્ય યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *