નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપી

નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં પડી રહેલ વરસાદના સંદર્ભે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લાના મીડિયાક્રમીઓને માહિતી આપી હતી .

કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે,નવસારી જિલ્લામાં આજ રોજ સવારે ૦૬ વાગ્યાથી સાંજે ૦૬ કલાક સુધીમાં સરેરાશ 155mm જેટલો વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધુ ગણદેવી-233mm ચીખલી-191 mm ખેરગામ 134mm , જલાલપોર-127mm નવસારી-126mm તથા વાંસદા-116mm જેટલો કુલ વરસાદ નોંધાયેલ છે.

નવસારી જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓની હાલની સપાટી પુર્ણા નદી-૧૦ ફુટ (ભયજનક-૨૩ ફુટ) (પૂર્ણા નદી મહુવા-(૧૧. ૬૪ ફુટ) અંબિકા નદી-૧૨.૪૬ ફુટ (ભયજનક-૨૮ ફુટ) તથા કાવેરી-૧૭.૦૦ ફુટ (ભયજનક-૧૯ ફુટ) પર વહી રહી છે.

જિલ્લામાં કુલ-ર ડેમ આવેલ છે. જેમાં જુજ ડેમ-૧૬૭.૬૫ (ભયજનક સપાટી-૧૬૭.૫૦) તથા કેલીયા ડેમ-૧૧૩.૬૦ ફુટ (ભયજનક સપાટી-૧૧૩.૪૦)

તા.૨૦/૦૮/૨૦૨૫ના રોજ ૧૮:૦૦ કલાકની સ્થિતિએ સ્ટેટ હાઇવે-૩ (મા. મ વિભાગ સ્ટેટ હસ્તક) ૧.બામણવેલ-હરણગામ-દોણજા રોડ ૨.રાનકુવા-રાનવેરીકલ્લા-રાનવેરીખુર્દ-ખરોલી-અનાવલ રોડ. ૩ ચીખલી-ફડવેલ-ઉમરકુઇ તથા નાના-મોટા- ૯૨ (મા.મ.વિભાગ પંચાયત હસ્તક) ઓવરટોપીંગ થયેલ છે.

નવસારી જિલ્લા ખાતે હાલ-૧ SDRF ટીમ ડિપ્લોય કરવામાં આવેલ છે જે હાલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇટાળવા ખાતે ઉપલબ્ધ છે.

જિલ્લાના અને તાલુકાના કંટ્રોલરૂમ ૨૪ કલાક કાર્યરત છે તેમજ ભારે વરસાદને આગાહીના કારણે પાણી ભરાઇ જતા વિસ્તારોમાં તથા રાહત અને બચાવ કાર્ય માટે જિલ્લા અને તાલુકાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

હાલના ઉપરવાસમાં વરસાદના કારણે કોઇ જાનહાનિ ન થાય તેના અગમચેતીના પગલારૂપે પોલીસ/હોમગાર્ડના બંદોબસ્ત દ્વારા ઓવરટોપીંગ રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે વરસાદ બંધ થયેથી રસ્તાઓ પુર્વવત ચાલુ કરવામાં આવશે.

વરસાદ તથા ડિઝાસ્ટર સંદર્ભે નવસારી જિલ્લા કંટ્રોલરૂમ ટોલ-ફ્રી નં.૧૦૭૭ તથા લેન્ડલાઇન નંબર-૦૨૬૩૭-૨૩૩૦૦૨ તથા ૨૫૯૪૦૧ પર સંપર્ક કરીને સાચી માહિતી મેળવવાનો અનુરોધ કર્યો હતો.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *