બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ ને આંગણે 255 યુનિટ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું
- Local News
- September 17, 2025
- No Comment
તાતા પરિવાર હરહંમેશ રાષ્ટ્રને માટે સમર્પિત છે.સમાજસેવા તેમજ પરોપકારી કાર્ય માટે સદા અગ્રેસર રહ્યું છે ઓપરેશન સિંદૂરના ભાગરૂપે અમારી શાળા બાઈ નવાજબાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ તા.16 સપ્ટેમ્બર 2025 મંગળવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન થયું હતું
રક્તદાન દ્વારા સમાજ ઉપયોગી બની જીવનદાન આપવાના પવિત્ર સંકલ્પથી આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી,આચાર્ય સંઘ પ્રમુખ સંજયભાઈ પરમાર, વહીવટી સંઘના પ્રમુખ કેતનભાઈ લાડ,માધ્યમિક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગુરુકુળ સુપાના આચાર્ય પરેશભાઈ દેસાઈ, રોહિતભાઈ, ભરતભાઈ, સી.આર.સી ચંદુભાઈ આહીર તેમજ વોર્ડ ના માજી સભ્યો અશ્વિનભાઇ કહાર, કલ્પનાબેન રાણા ની પ્રેરક ઉપરસ્થિતિ હતી.
દીપપ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ તેમજ A.D.I, રોહનભાઈ ટંડેલ,અનિલભાઈ ટંડેલે રક્તદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.આ શિબિરમાં નવસારી રેડ ક્રોસ સંસ્થા દ્વારા આખા દિવસ દરમિયાન 255 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતું રક્તદાન શિબિરમાં શાળા પરિવાર,નવસારીની વિવિધ શાળાના આચાર્ય, શિક્ષકો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અને વાલી મિત્રો તેમજ સરકારી, બિનસરકારી સંસ્થાના નાગરિકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમને વેગ આપ્યો હતો.
સમાજમાં પર્યાવરણ જાગૃતિ આવે, નંદનવન નવસારી ના ભાગરૂપ એક છોડ, તેમજ પર્યાવરણ ની જતન કરવા માટેના અને પ્રદુષણ અટકે તે માટેના દરેકને પેમ્પલટ, તેમજ નાની ભગવદગીતા, પેન અને લાગણીના પ્રતીકરૂપે સ્મૃતિ ભેટ આપી શાળા પરિવારે દરેકને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યને સફળ બનાવવા આચાર્ય યાસ્મીનબેન પટેલ અને શાળા પરિવાર દ્વારા જેહમત ઉઠાવી 255 યુનિટ રક્ત એકત્ર થયું હતું. આ ટકે નવસારી જીલ્લામાં સૌથી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં શાળા સફળ રહી હતી.આ ઉમદા સેવા કાર્ય બદલ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે તેમજ વિવિધ સંઘો દ્વારા શાળાના આચાર્ય અને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.