નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલાઓ માટે કેન્સર ડિટેક્શન કેમ્પ સફળ આયોજન કરવામાં આવ્યું
- Local News
- September 26, 2025
- No Comment
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખી કેન્સર ડિટેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ચીખલી તથા આલીપોર હોસ્પિટલ સંચાલિત કેન્સર ડિટેક્શન વાન ની મદદથી મહિલાઓની તબીબી તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને મેમોગ્રાફી ટેસ્ટ દ્વારા સ્તન કેન્સરની શરૂઆતની ચકાસણી કરવામાં આવી જે મહિલાઓ માટે અત્યંત લાભદાયી સાબિત થઈ હતી.
આ કેમ્પમાં આશરે 100 જેટલી મહિલાઓએ ચેકઅપ કરાવ્યું હતું. નિષ્ણાત તબીબોએ સ્થળ પર જ આરોગ્ય નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શીતલબેન સોની,નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ,નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, તેમજ જિલ્લા આગેવાનો અને મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા ભાજપ મહિલા મોરચાની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી.