
ગણપતિ બાપા મોરયા કેમ કહેવાય છે ?
- Local News
- September 7, 2024
- No Comment
મોરયા ગોસાવી સંતની ગણેશ ભકિતથી બાપા મોરયા કહેવાય છે: મોરયા ગોસાવીએ પુનાના ચિંચવડ ખાતે જીવંત સમાધિ લીધેલી છે – અમી ચિંતન મહેતા
અષ્ટવિનાયક ગણપતિ
સદ્ગુરુ મોરયા ગોસાવી આ દેશના સૌથી પરમસિધ્ધ અને પરમોચ્ચ ગણેશજીના અનન્ય ભકત હતા અને ૪૫૦ વર્ષ પહેલા ઍમણે ચિંચવડ પુના ખાતે જીવંત સમાધિ લીધી હતી અને કહેવાય છે કે સમાધિ પછી પણ દોઢસો વર્ષ તેઓ જીવંત હતા. મહારાષ્ટ્રમાં ચિંચવડ- મોરયા ગોસાવી સમાધિ સ્થાન અત્યંત જાગૃત મનાય છે. મોરયા ગોસાવીની અદ્ભૂત ગણેશ સાધના અને સિધ્ધિઓને કારણે પ્રતિવર્ષ ગણપતિ વિસર્જનમાં અને પ્રત્યેક વેળા ‘ગણપતિ બાપા મોરયા’ એમ મોરયા ગોસાવી સંતને લીધે જ ‘બાપા મોરયા’ બોલાય છે
દેશ અને દુનિયાના ગણેશ ભકતોમાં હંમેશા ભાવપૂર્વક ઉચ્ચાર થાય છે કે ‘ ગણપતિ બાપા મોરયા’. પણ બાપા મોરયા કેમ કહેવાયા ? ઍનો બહુ ઓછાને ખ્યાલ હોય એવું નમ્રપણે માનવું છે. મુંબઈ, થાણા, અમદાવાદ,રાજકોટ,ગોધરા,સુરત,વડોદરા,વલસાડ,ભરૂચ સહિત નવસારીમાં પણ ગણેશોત્સવ દરમ્યાન સેંકડો હરખઘેલા ભાવિકો અને ઉત્સુકો ગણેશોત્સવના ડેકોરેશન અને વિધન્હર્તા મંગલકર્તા દૂંદાળા દેવ શ્રીજીની અવનવી અને મનોહર-કલાત્મક પ્રતિમાઓને નિહાળવા અને દર્શન કરવા ઉમટે છે.
ગણેશ વિસર્જનનો દિવસ એટલે સરકારી તંત્રને કપાળે સૌથી મોટી કરચલી કે વિધન્હર્તાનું વિસર્જન નિર્વિધન્ને થશે કે કેમ? અત્ર, તત્ર, સર્વત્ર ડીજેની ધૂમ, આકાશ ગજવી નાંખે એવા ગગનભેદી નારાઓ ‘ગણપતિ બાપા મોરયા પૂઢચ્યા વર્ષી લવકર યા’! ફરી થી ગણપતિ બાપાની પાછળ મોરયા કેમ કહેવાયું તેનો ઈતિહાસ આ પ્રમાણે છે.
સમગ્ર દુનિયાના ગણેશ ભકતોમાં ચિંચવડ-પુના સૌથી અગત્યનું સ્થાન છે. તેવી જ રીતે પુનાની આજુબાજુ આઠ ગણપતિઓ અષ્ટવિનાયક કહેવાયા છે. દુનિયામાં બધા દેવ ઘણા બધાને વિપુલ પ્રમાણમાં પ્રસન્ન થયા, સાક્ષાત્કાર થયો એવી વાતો આપણે સાંભળીએ છીએ પરંતુ આપણા સહિત બાળકોના સૌથી વ્હાલા ‘ “My Little Ganesha” કેટલાને પ્રસન્ન થયા એવા નામો ઝટ મળતા નથી. પુના નજીકના ચિંચવડ ખાતે ૪૫૦ વર્ષથી જેમની
સમાધિ છે અને આ સમાધિ અત્યંત જાગૃત સમાધિ અને ગણેશજીનું દુનિયાનું સૌથી ચમત્કારિક અને પવિત્ર સ્થળ મનાય છે. મોરયા ગોસાવી નામના સંતે ગણેશની ભકિત કરતા કરતા સ્વયં ગણપતિ સ્વરૂપ બની ગયા હતા અને તેમની અનેક સિધ્ધિઓ અને
જબરદસ્ત ગણેશ સાધના-તપથી તેઓ ગણપતિનો પર્યાય થઈ ગયા હતા. કહેવાય છે કે જીવતા સમાધિમાં ઉતરી જઈ એવો આદેશ કે મારી સમાધિ કદાપિ ખોલવી નહિ અને સમાધિમાં ઉતર્યા પછી પણ ૧૫૦ વર્ષ તેઓ પ્રાણમય હતા. એવું ગણેશ ભકતો કહે છે.એમની જબરદસ્ત લીલાઓને કારણે તેઓ ગણપતિનો પર્યાય બની જતા આપણે સહુ જાણ્યે અજાણ્યે ગણપતિ બાપા મોરયા ઍમ કહીએ છીએ. બાપા પાછળનું મોરયા એ
મોરયા ગોસાવી સંતની અમર ગાથા છે. ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમનો સમયગાળો સન ૧૩૩૦થી ૧૫૫૬ ગણે છે. જ્યારે બીજી કથા ઍમણે સન ૧૬૫૧માં સમાધિ લીધી એમ કહે છે. મોરયા ગોસાવીનો જન્મ બીડર (કર્ણાટક) અથવા મોરગાંવ
(મહારાષ્ટ્ર) ઍમ કહેવાય છે. મોરગાંવ ખાતે મોરયા ગોસાવીને બાળપણથી જ ગણપતિ પ્રત્યે અપાર આકર્ષણ અને તેઓ ઉત્તરોત્તર ગણપતિની કઠોર સાધના કરવા લાગ્યા હતા.
તેમણે ગણપતિની સેવા અને આરાધનામાં ખૂબ જ આનંદ આવતો હતો. કહેવાય છે તેમનો પરિવાર પુના નજીકના પીંપરી ખાતે વસવાટ કરતો અને ત્યાથી ચિંચવડ ૬૪ કિલોમીટર દૂર છે.
પીંગલે નામના પરિવારે મોરયા ગોસાવીને હડધૂત કરી મંદિરમાંથી કાઢી મૂકતા તેમણે એક વૃક્ષ નીચે તપસ્યા કરી હતી. પીંગલે પરિવારને રાત્રે સ્વપ્નમાં ગણેશજીએ દર્શન દઈ જણાવ્યું હતું કે મોરયા ગોસાવી મારો સૌથી પવિત્ર અને ઉચ્ચકોટિનો સાધક છે. તેને પરેશાન ન કરશો આથી પીંગલે પરિવારે તાબડતોબ તેમને મોરગાંવ લઈ આવ્યા હતા.
ત્યારબાદ મોરયા ગોસાવીએ ચિંચવડ જવાની ના પાડી હતી પરંતુ નદીમાં ન્હાતી વેળા એમના ખોબામાં અંજલિ લેતા તેમના ખોબામાં ગણેશજીની મૂર્તિ પ્રગટ થઈ હતી જે કોઠારેશ્વર ગણપતિ નામે જાણીતી છે. જેનો પણ મહિમા અપરંપાર છે.
મોરગાંવના મુખી મોરયા ગોસાવીની શુધ્ધ ભકિત અને કઠોર પહેલા મોરયા ગોસાવી સંતની ગણેશ ભકિતથી તપસ્યાથી રોજ એમને એક ગ્લાસ દૂધ આપતા હતા. એકવાર આ મુખી ગેરહાજર હતા
ત્યારે એક આંધળી છોકરીએ તેમને દૂધનો ગ્લાસ આપવા જતાં સંત મોરયા ગોસાવીનો હાથનો સ્પર્શ થતાં જ તે દેખતી થઈ ગઈ હતી આ ચમત્કારે મોરયા ગોસાવીની કીર્તિ ચોમેર પ્રસરી જવા પામી હતી. મરાઠા સરદાર શિવાજી મહારાજ પણ એમને વખતો વખત દાન દક્ષિણા આપતા તેમજ મોગલ સમ્રાટ ઐારંગઝેબે તેમને પરીક્ષા કરવા ગૌમાંસ મોકલતા સંત મોરયા ગોસાવીની અલૌકિક ચમત્કારીક શકિતથી તે ગૌમાંસ ચમેલીના ફૂલોથી ભરાયેલી છાબ બની ગયું હતું. સંત મોરયા ગોસાવી એટલા બધા ગણેશમય હતા કે મંદિરનો પુજારી બારણાં ખોલે તે પહેલા મોરયા ગોસાવીના તાજા પુષ્પો દેવને ચઢી જતા અને દેવની કિંમતી મોતી માળા મોરયા ગોસાવીના ગળામાં આરોપાય જતી. તેમને આવો ચમત્કાર થતાં જેલમાં પણ પૂર્યા અને તેવા જ ચમત્કારથી તે મુક્ત પણ થયા અને ચિંચવડમાં પોતાના ઘરે અદ્ભૂત ગણેશજીનો પથ્થર તેની પૂજા કરતા કહે છેકે સ્વયંભૂ ગણપતિ આ પથ્થરમાં પ્રગટ થયા હતા.
