નવસારી જિલ્લામાં :ગ્રામ્ય વિસ્તાર ફરી એકવાર દિપડો મારણ કરતો અને અવારનવાર રસ્તાઓ પર લટાર મારતો ફરી એકવાર વિડિયો સોશિયલ વાયરલ: દિપડાઓને લઈ રાજ્ય સરકાર એક્શન પ્લાન કયારે?!

નવસારી જિલ્લામાં :ગ્રામ્ય વિસ્તાર ફરી એકવાર દિપડો મારણ કરતો અને અવારનવાર રસ્તાઓ પર લટાર મારતો ફરી એકવાર વિડિયો સોશિયલ વાયરલ: દિપડાઓને લઈ રાજ્ય સરકાર એક્શન પ્લાન કયારે?!

નવસારી જિલ્લાના મુનસાડ ગામે રસ્તા ઉપર આરામ કરતો કુતરાને માત્ર ત્રણ સેકન્ડ શિકાર બનાવ્યો: સી.સી.ટી.વી તમામ ધટના કેદ થઈ, વિડિયો સોશિયલ મિડિયા માં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો

દક્ષિણ ગુજરાતના જંગલો માં બોડા થવા તેમજ અપુરતા ભોજન અને પીવાના ચોમાસાની ૠતુ છોડી થવાને લઈ હવે વન્ય જીવો બહાર આવવા લાગ્યા છે. તેમા પણ ખાસ દિપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં દેખાવાના બનાવો તેમજ દુધાળા પશુઓ તેમજ માનવ હુમલા ઉત્તરોતર વધારો તેમજ માનવ મૃત્યુની ધટનાઓ વનવિભાગ ચોપડે નોંધાઈ રહી છે.

નવસારી જિલ્લામાં ભૌગોલિક પરિસ્થિતિ પણ દિપડા માફક આવે નદીઓ કોતરો, પડતર જમીનો દક્ષિણ ગુજરાત ખેડૂતો શેરડી પાક વધુ કરતા હોવાને લઈ આદર્શ આશ્ર્યસ્થાન બની ગયા છે ગ્રામ્ય વિસ્તાર દિપડાઓ નો દેખાડો દેવાની ઘટનામાં સતત વધારો નોંધાયો છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર તેમજ શેરી વિસ્તારોની નજીક હવે દિપડાઓ દેખાવાની ઘટના આમ બની જવા પામી છે તો ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન કરતા પશુઓનો શિકાર દીપડાઓ હવે કરી રહ્યા છે નવસારી જિલ્લાના છ તાલુકાઓમાં દીપડાઓની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે 90 દિપડાઓ નોંધાવવા પામ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં દીપડાઓને લઈ જરૂરી કાર્યવાહી વન વિભાગ પાસે હાથ ધરાવશે ખરા?નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના જલાલપોર નવસારી,ચીખલી, ખેરગામ,વાંસદા તેમજ ગણદેવી ના ગામોમાં સૌથી વધુ દિપડા દેખાવાની ધટનાઓ બનતી રહે છે બીજી તરફ વલસાડ જિલ્લાની કાર્યક્ષેત્ર આવતું વલસાડ ઉત્તર વન વિભાગ (નોર્મલ ડિપાર્ટમેન્ટ) કે જેનો કાર્યક્ષેત્ર વિસ્તાર ચીખલી,ખેરગામ તેમજ વાંસદા તાલુકાઓમાં પણ અવારનવાર દિપડાઓ દેખાવાની ઘટના બની રહી છે

નવસારી જિલ્લા નેશનલ હાઈવે,સ્ટેટ હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર દીપડાઓ લટાર મારવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે નવસારી જિલ્લા વન નોર્મલ ડિપાર્ટમેન્ટ કે સામાજિક વનીકરણ વિભાગ વિભાગ આ અંગે જરૂરી કાર્યવાહી કરશે ખરી તેવી લોકમાન ઉઠવા પામી છે?

એક સમયે વલસાડ અને નવસારી જિલ્લો એક હતો આજે છુટા પડીને ૨૭ વર્ષો વીતી ગયા છતાં એ રાજ્ય સરકાર,સ્થાનિક નેતાઓ,ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો દ્વારા નવસારી જિલ્લામાં નોર્મલ વન વિભાગ બનાવી શકી નથી.વલસાડ જિલ્લામાંથી છૂટા પડ્યા વર્ષો વિતવા છતાં પણ હજુ પણ ચીખલી,ખેરગામ,વાંસદા વલસાડ ઉત્તર વનવિભાગ થકી કામગીરીઓ કરાઈ રહી છે. રાજ્ય સરકાર તેમજ વનવિભાગ દ્વારા નવસારી જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગને મોનીટરીંગ તેમજ રેસ્ક્યુ અને સાધનોથી સજ્જ ક્યારે કરાશે? વનવિભાગ અધિકારી તેમજ કર્મચારીઓ આ અંગે તાલીમ પણ આપવી રહી નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં પકડાતા દિપડાઓનું મોનિટરિંગ કરાતું નથી. નવસારી સામાજિક વનીકરણ વિભાગ વર્ષોથી ની સુપા રેંજ તથા ગણદેવી રેંજ વન્યજીવ સંરક્ષણ માટે ટાચા સાધનો તેમજ ઘણાં વર્ષોથી એ.સી.એફ ખાલી જગ્યા ઓછા સ્ટાફ સાથે કાર્ય કરી રહી છે.

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી ના ગામોમાં દીપડા દેખાવાની ઘટનામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છાશવારે રાત્રિના સમયે રહેણાક વિસ્તારમાં આવતો દીપડો બકરા,શ્વાન સહિત દુધાળા પશુઓના શિકાર કરે છે. ગ્રામજનોમાં ભય ઉપજાવી રહ્યો છે, છાસવારે દેખાતા દીપડાને કારણે ગ્રામજનો ભય ઓથા હેઠળ જીવી રહ્યા છે. નવસારીના શાહુ ગામે બે દિવસ અગાઉ અવારનવાર દેખાતો પાંજરે પુરાયો હતો ત્યારે નવસારી તાલુકાના મુનસાડ ગામે ગત રાત્રે રહેણાંક વિસ્તારમાં ઊંઘી રહેલા શ્વાન પર દીપડો મોત બનીને ત્રાટક્યો હતો. માત્ર ત્રણ જ સેકન્ડમાં શ્વાન શિકારની આ ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ વીડિયો વાઈરલ થતા ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

મુનસાડ ગામના લીમડા ચોક વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં એક દીપડો સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનાએ સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. સી.સી.ટી.વી ફૂટેજમાં જોઈ શકાય છે કે દીપડો શિકારની શોધમાં ઘરના આજુબાજુ આંટાફેરા મારે છે. દીપડો ધીમા પગલે એક શ્વાનને ગળામાંથી પકડીને દૂર લઈ જતો હોવાનો દ્રશ્ય સ્પષ્ટ રીતે કેદ થયો.દીપડાના આ પ્રકારના આંટાફેરા વધતા, ગામવાસીઓએ તરત જ વન વિભાગના અધિકારીઓને જાણ કરાઈ છે. વન વિભાગે તાત્કાલિક પગલાં લઇને દીપડાને પકડી શકાય તેવી કાર્યવાહી કરવી રહી. નવસારી જિલ્લા ગ્રામ્ય વિસ્તાર રાત્રી દરમિયાન લોકોને સુરક્ષાની દ્રષ્ટિએ સાવચેત રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ છે.

નવસારી જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગ આવતા ત્રણ તાલુકામાં રાજય સરકાર દ્વારા કરાતી છેલ્લી બે વખતની દિપડા ગણતરી વાત કરીએ તો વર્ષ ૨૦૧૬માં નવસારી તાલુકામાં ૬ દિપડા,જલાલપોર તાલુકામાં ૧ દિપડો અને ગણદેવી તાલુકામાં ૫ દિપડાઓ મળી કુલ દિપડાઓ ૧૨ નોંધાયેલ હતા. જ્યારે વર્ષ ૨૦૨૧ છેલ્લી દિપડા ગણતરી મુજબ અંદાજીત ૯૦ જેટલા નોંધાવા પામ્યા છે.એટલે કે દિપડાઓ સંખ્યામાં ૬.૫ ગણો વધારા નોંધાવા સાથે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ દિપડાઓ નવસારી જિલ્લામાં નોંધાયા હોવાનું સૂત્રો ધ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર દેખાવ બનાવ બને છે. વનવિભાગ ધ્વારા દિપડાઓ અવારનવાર પાળતું પ્રાણીઓ શિકાર કે ઈજાઓ તેમજ દિવસ દરમ્યાન કે રાત્રી રોડ ઉપર કે ગ્રામ્ય વિસ્તાર ફળિયા કે ઘર નજીક આવવા બનાવો સાથે રાત્રી દરમ્યાન ખેડૂતો ખેતીમાં પાણી વાળવા દરમ્યાન દેખાવા તેમજ સામસામે આવી જવાના બનાવો બનતા રહે છે.

પાળતુ જેવા કે દૂધાળુ પશુઓ નુકસાન કરે કે મૃત્યુ પામે અથવા માણસોને દિપડા ધ્વારા ઈજાગ્રસ્ત કરવામા કે સારવાર કે નુકસાન વળતરની વનવિભાગ દ્વારા કરાતું હોય છે. પશુપાલકો તેમજ ગ્રામ્ય વિસ્તાર લોકોને વિનંતી આપના દૂધાળા પશુઓ દિપડા હુમલો કે શિકાર કે ઈજાગ્રસ્ત કરે સ્થાનિક વનવિભાગ કર્મચારીઓ કે અધિકારીઓ સંપર્ક કરી આ બાબતે જાણ કરો જેથી રાજ્ય સરકાર તેમજ વનવિભાગ તેનું વળતર લઈ શક્યા. નવસારી જિલ્લાના નવસારી,જલાલપોર તેમજ ગણદેવી તાલુકામાં દિપડા તેમજ માનવ વચ્ચે આવનારા દિવસમાં ઘર્ષણ ન ઉભું થાય તેને લઈ જનજાગૃતિ લાવવા વનવિભાગ કાર્ય કરવું રહ્યું.

દક્ષિણ ગુજરાતમાં દિપડાઓને લઈ રાજ્ય સરકાર તેમજ વનવિભાગ વિભાગ એક્શન પ્લાન બનાવી અમલીકરણ કરશે ખરી?

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *