નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન ૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન ૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર, પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ના રોજ જિલ્લા/ મહાનગરમાં થનાર સદસ્યતા અભિયાન-૨૦૨૪ લોન્ચિંગ કાર્યક્રમ સંદર્ભે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબિનેટ મંત્રી અને ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં “પત્રકાર પરિષદ” નું આયોજન કરવામાં આવ્યું હતું

આ તબક્કે નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ એ પત્રકાર પરિષદમાં માહિતીઓ આપતા જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સુચના મુજબ નવસારી જિલ્લા માં ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન – ૨૦૨૪ અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ ત્રણ લાખ જેટલા પ્રાથમિક સદસ્યો બનાવવાનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે તેમણે સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંગે વિગતવાર માહિતીઓ આપી હતી

નરેશભાઈ પટેલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડા ના વિશેષ માર્ગદર્શન અંતર્ગત ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન-૨૯૨૪ અંગે માહિતીઓ આપતા જણાવ્યું હતું કે સમગ્ર દેશની જેમ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ પ્રાથમિક સદસ્યતા અભિયાનને સફળ બનાવવા તમામ ધારાસભ્યો,શસંગઠન ને વિશેષ જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે જેને લઇ જિલ્લામાં ત્રણ લાખ સદસ્ય બનાવવાનો અભિયાન સુપેરે પાર પડશે.લોનચિંગ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ ભૂરા ભાઈ શાહે માજી કેબિનેટ મંત્રી અને ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને પક્ષ ના સિનિયર કાર્યકર્તા જયંતિભાઈ વનમાળીભાઈ પટેલ ને પ્રાથમિક સભ્ય બનાવ્યા હતા

આ તબક્કે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શિતલબેન સોની,સદસ્યતા અભિયાન ના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઈ ગજેરા, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશભાઈ દેસાઈ, સદસ્યતા અભિયાન ના જિલ્લા સહ ઇન્ચાર્જ જીગરભાઈ દેસાઈ, મનીષભાઈ પટેલ,હેમલતાબેન ચૌહાણ,લોચન શાસ્ત્રી ઉપરાંત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *