
ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો હવામાન વિભાગની અગાહી સાથેજ નવસારી શહેરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ જિલ્લામાં અમુક વિસ્તારમાં બુદાબાંદી શરૂ
- Local News
- March 6, 2023
- No Comment
ગુજરાતમાં આગામી 9 માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ પડી શકે છે.રાજ્યભરના વાતાવરણમાં એકાએક પલટો આવતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થયુ છે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજની એન્ટ્રીએ ખેડૂતોની ચિંતા વધારો કર્યો છે.
આજરોજ આગાહી પગલે નવસારી જિલ્લામાં ભર ઉનાળે અચાનક વરસાદી માહોલ જેવા વાદળ છવાઈ જવા પામ્યા છે. આગાહીના પગલે નવસારી શહેરમાં ગાજવીજ સાથે બુદાબાદીની પણ શરૂઆત થઈ ગઈ છે
હવામાન વિભાગે હજુ પણ 9 માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે. જાણીએ ક્યાં જિલ્લામાં કઇ તારીખે મેઘરાજાની એન્ટ્રી થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ દિવસ સુધી છુટાછવાયા વરસાદ પડી શકે છે.
આજથી ચાર દિવસ દરમ્યાન ક્યાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે?!
6 માર્ચે ડાંગ તથા તાપી જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પ્રિમોસૂન એક્ટિવિટીના ભાગરૂપે ડાંગ,તાપી, નર્મદા જિલ્લામાં 7 માર્ચે વરસાદ થશે.
બનાસકાંઠા,સાબરકાંઠા,દાહોદ, નર્મદા, ડાંગ તાપી છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ પગલે ઉનાળુ ડાંગર,શાકભાજી,કપાસ, કેરી,ચીકૂ તેમજ કમોસમી વરસાદ પડતાં રવિ પાકને પણ પારવાર નુકસાન થઇ રહ્યું છે. તેના પગલુ ખેડૂતો ચિંતા વધારી શકે છે.
પ
હવામાન વિભાગે કરેલ આગાહી પગલે 9 માર્ચ સુધી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા રાજકોટ, ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.
હોળી નજીકમાં છે ત્યારે ફરી એકવાર ઘણા રાજ્યોમાં હવામાન બદલાવા જઇ રહ્યું છે. IMDએ 10 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પર્વતીય રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા ચાલુ રહેશે.આગામી કેટલાક દિવસો સુધી અહીં તાપમાન વધવાની શક્યતા ઓછી છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી અને NCRમાં પણ હવામાન બદલાઈ શકે છે.અહીં મહત્તમ તાપમાન 28 થી 32 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી રહેશે. આગામી બે-ત્રણ દિવસ સુધી વાતાવરણ આવું જ રહી શકે છે.