ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને અનુલક્ષી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને અનુલક્ષી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન એસ.એસ.સી/એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા યોજાનાર છે.

આ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં ચાર કે તેથી વધારે વ્યકિતઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા, કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ ફોન તથા પરીક્ષામાં મદદરૂપ થાય તેવા કોઇપણ ઇલેકટ્રીક ઉપકરણો લઇ જવા કે લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઇ યંત્ર વગાડવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી સવારના ૭-૦૦ થી સાંજે ૨૦-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા દરમિયાન સરકારશ્રીના કોવિડ-૧૯ નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *