“અભયમ” નવસારી જિલ્લાની મહિલાઓ માટે સુરક્ષાકવચ ૧૮૧ મહિલા હેલ્પલાઇનના સફળતાપૂર્વક ૮ વર્ષ પૂર્ણ કર્યા

“અભયમ” નવસારી જિલ્લાની મહિલાઓ માટે સુરક્ષાકવચ ૧૮૧ મહિલા હેલ્પલાઇનના સફળતાપૂર્વક ૮ વર્ષ પૂર્ણ કર્યા

૧૮૧ “ અભયમ મહિલા હેલ્પલાઇન” ગુજરાત રાજય તથા નવસારી જિલ્લામાં થયેલી સફળતાપૂર્વક કામગીરીની એક ઝલક

ગુજરાત રાજ્યની એક આગવી ઓળખ, વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી પહેલ કરીને પ્રજા માટે લોકકલ્યાણકારી યોજનાઓ અમલી મુકવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત્ મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઇન ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્કયતા જણાતાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ-૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજયવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી.

૦૮ વર્ષનાં ટુંકા સમયગાળામાં રાજ્યભરમાં ૧૧.૭૬ લાખથી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૨.૩૭ લાખ જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. અને ૧.૪૯ લાખ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરાયો છે. ૭૧ હજાર થી વધુ જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.

નવસારી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ૮ વર્ષમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં સલાહ સુચન મદદ અને માર્ગદર્શન માટે ૨૧,૧૮૦ કોલ અને ૫,૫૧૮ મહિલાઓને મદદ પુરી પાડી છે.

GVK EMRI ના ચિફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવેલ કે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશકિતકરણના ક્ષેત્રમાં એક ખૂબ મહત્વની સેવા તરીકે સાબિત થઇ છે. ગુજરાતમાં ૨૪ ×૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ છે. મહિલાઓની સુરક્ષા અને સશકિતકરણની દિશામાં ગુજરાત એ શ્રેષ્ઠ ગુણવત્તાનું આદર્શ રાજય બનવા પામ્યું છે.

૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:

મહિલાઓ સાથે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સૂચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે. ૧૦૮ ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પલાઇન કાર્યરત કરી છે. પિડિત મહિલાને ટૂંકાગાળા અને લાંબાગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું તેમજ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.

કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાની મદદ મળી શકે.

મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતિય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો), શારિરીક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતિય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઇઓની પ્રાથિમક માહિતી, માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ) આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો)

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ વાર હોઈ શકે કે ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ- મહિલા હેલ્પલાઈન મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *