ICAR-NAARM, હૈદરાબાદ સાથે કૃષિ યુનિવર્સિટીનો વિધાર્થીનો “જોબ ક્રીએટર-ગીવર” બનાવવા નેશનલ ટ્રેનીંગ વર્કશોપ યોજાયો  

ICAR-NAARM, હૈદરાબાદ સાથે કૃષિ યુનિવર્સિટીનો વિધાર્થીનો “જોબ ક્રીએટર-ગીવર” બનાવવા નેશનલ ટ્રેનીંગ વર્કશોપ યોજાયો  

વિદ્યાર્થીઓને “ડેસ્પરેટ જોબ સીકર” ની જગ્યાએ “પ્રોગ્રેસીવ જોબ ક્રીએટર-જોબ ગીવર” બનવા પ્રેરિત અને માર્ગદર્શિત કરવા માટે, ભારત સરકાર અને વર્લ્ડ બેન્કના સહયોગથી કાર્યરત નાહેપ – NAHEP યોજના હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે Development of Soft Skills for Entrepreneurship among Agri Graduates વિષય પર નેશનલ ટ્રેનીંગ વર્કશોપ યોજાયો હતો. ભારતની વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત સંસ્થા NAARM, નાર્મ – હૈદરાબાદ સાથે આયોજીત આ સૌપ્રથમ ઐતિહાસિક મેગા ઇવેન્ટમાં નવસારી, સુરત, ભરૂચ, વઘઈ અને ડેડીયાપાડા ખાતે આવેલ ૮ ડીગ્રી કોલેજોના એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, ફોરેસ્ટ્રી, એગ્રીબીઝનેસ મેનેજમેન્ટ, બાયોટેકનોલોજી અને એગ્રીકલ્ચરલ એન્જીનીયરીંગના વિદ્યાથીઓને કૃષિ ઉદ્યમિતાના વિવિધ પ્રકલ્પો, વિવિધ સરકારી યોજનાઓ વિશેની સમજ અને ઉદ્યોગસાહસિક બનવા માટે જરૂરી સોફ્ટ સ્કીલ્સ પર સઘન તાલીમ આપવામાં આવી હતી. આ માટે ખાસ પોલેન્ડથી આમંત્રીત ગ્લોબલ ટ્રેનર ડો. યશ ચાવલાજી, ભારત સરકારના સ્ટાર્ટ-અપ મેન્ટર એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટ્રેનર ડો. મેહુલ જી. ઠક્કર અને એબીએમ કોલેજના બે ફેકલ્ટીએ વિદ્યાથીઓને તાલીમબદ્ધ કર્યા હતા. ગ્લોબલ ટ્રેનર ડો. યશ ચાવલાએ વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ ઉદાહરણો સાથે ઉદ્યોગસાહસિકો માટે ડીજીટલ માર્કેટીંગ સ્કીલ્સનો રોડમેપ સમજાવ્યો હતો.

ડો. મેહુલ જી. ઠક્કરે વિવિધ મનોવૈજ્ઞાનિક રમતોના માધ્યમથી “આઉટબાઉન્ડ એક્ટીવીટી બેઝ્ડ ટ્રેનીંગ” દ્વારા તાલીમાર્થીઓને સોફ્ટ સ્કીલ્સના પાઠ ભણાવતા વિદ્યાથીઓ ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે યુનિવર્સિટી સ્ટાર્ટ-અપ સેલના બે મજબુત પાયાઓ – ચેરમેન ડો. રૂચીરા એ. શુક્લા અને મેન્ટર ડો. મેહુલ જી. ઠક્કરના પેનલ મોડરેશન હેઠળ ૪ નામાંકીત કૃષિ ઉદ્યોગસાહસિકો સાથે પેનલ ડિસ્કશન યોજીને તાલીમાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ પણ શોધાયા હતા. ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં યુનિવર્સિટીના સંશોધન નિયામક, નાહેપ યોજનાના વડા તથા તાલીમ કાર્યક્રમના કન્વેનર અને મુખ્ય માર્ગદર્શક ડો. તીમુર આર. એહલાવતે “હાર્ડ સ્કીલ્સ” સાથે “સોફ્ટ સ્કીલ્સ” વિકસિત કરવા વિદ્યાર્થીઓને પ્રેરીત કરવા સાથે, નાહેપ યોજના હેઠળ સતત આયોજીત કરાતા આવા તાલીમ કાર્યક્રમોની માહિતી આપીને આયોજનને બીરદાવ્યું હતુ. કૃષિકારો માટેના પોતાના એવોર્ડ વિનીંગ સંશોધનને કારણે “મેન ઓફ ફ્રૂટ ફલાય” તરીકે ઓળખાતા દીર્ઘદ્રષ્ટા કુલપતિ ડો. ઝેડ. પી. પટેલે વિદ્યાર્થીઓને પાનો ચઢાવતા જણાવ્યું હતું કે ૨૧ મી સદી ભારતની છે અને ભારતને વિશ્વગુરુ બનાવવા માટે યુવાઓએ કમર કસવી પડશે. તેઓએ તાલીમાર્થીઓને આહવાન કર્યું હતું કે “અપના ટાઇમ આયેગા નહી, અપને પ્રયાસોસે લાના પડેગા”. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા વિકાસના પ્રખર હિમાયતી એવા ડો. ઝેડ. પી. પટેલ જણાવ્યું હતું કે અમારી યુનિવર્સિટી “જોબ સીકર” વિદ્યાથીઓને જોબ પ્લેસમેન્ટ અને “જોબ ક્રીએટર-જોબ ગીવર” બનવા ઈચ્છુક વિદ્યાથીઓને જરૂરી માર્ગદર્શન, તાલીમ અને પ્લેટફોર્મ આપવામાં હમેશા અગ્રેસર રહે છે; અને ડો. મેહુલ જી. ઠક્કર એ બંને મોરચા પર ઉદાહરણીય કાર્ય કરી રહ્યા છે. વિદ્યાર્થી કલ્યાણ નિયામક અને એગ્રીકલ્ચર ફેકલ્ટીના ડીન ડો. રાજેન્દ્ર એમ. નાયક અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. નીકુલસિંહ એમ. ચૌહાણે પણ મનનીય ઉદબોધનથી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌપ્રથમ વાર NAARM, નાર્મ – હૈદરાબાદ, યુનિવર્સિટીની નાહેપ ટીમ, યુનિવર્સિટી પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ સેલ, યુનિવર્સિટી સ્ટાર્ટ-અપ સેલ તથા અસ્પી એગ્રીબીઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટની ટીમે હાથ મીલાવીને યોજેલ આ અદભૂત કાર્યક્રમના આયોજન માટે “પ્રોગ્રામ ડાયરેક્ટર એન્ડ માસ્ટર ટ્રેનર” ડો. મેહુલ જી. ઠક્કર તથા ડો. સ્વાતી એસ. શર્મા, ડો. ગૌતમ આર. પરમાર અને અન્ય સ્ટાફનો સહયોગ મળ્યો હતો.

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *