નેશનલ હાઇવે 48 ઉપરથી પસાર થતી કાર માં અચાનક આગ લાગી: કારમાં ચાર સવાલ લોકોનો આબાદ બચાવ
- Local News
- March 8, 2023
- No Comment
નવસારી જિલ્લામાંથી પસાર થતાં અને 24 કલાક ધમધમતા એવા નેશનલ હાઇવે 48 ઉપરથી પસાર થતી સુરતની પાસિંગ કારમાં અચાનક આગ ફાટવાની ઘટના બનવા પામી હતી જેના લીધે હાઇવે ઉપરથી પસાર થતા અન્ય વાહનો તેમજ કારમાં બેઠેલા લોકો માં માહોલ અફરાતરફરીનો માહોલ સર્જાયો હતો.

સમય સૂચકતા વાપરીને કારમાં બેઠેલા સવાર લોકો બહાર નીકળી આવ્યા હતા જેના લીધે તેમનો આબાદ બચાવ થવા પામ્યો હતો ઉપરોક્ત ઘટનાની જાણ નવસારી ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો
નવસારી માં થી પસાર થતાં નેશનલ હાઈવે પરથી બપોરના સમયે સુરત પાસેની એક કાર પસાર થઈ રહી હતી અચાનક આગ લાગતા કારમા લોકો બહાર નીકળી આવ્યા હતા ફાયર બ્રિગેટ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી