ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝનું અમદાવાદ વિમાની મથકે ઉષ્માસભર સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- Local News
- March 8, 2023
- No Comment
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.અમદાવાદ વિમાની મથકે પારંપારિક નૃત્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝનું અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, કલેકટર ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.