નવસારીમાં પોલીસકર્મીઓએ રંગોત્સવ: અધિકારીઓ તથા કર્મચારીઓ પોલીસ ગ્રાઉન્ડ એરૂ ખાતે ભેદ ભુલી પ્રોટોકોલ મૂકી સૌ કીચડમાં ધૂળેટી ઉજવણી કરી
- Local News
- March 8, 2023
- No Comment
નવસારી જિલ્લામાં આજરોજ શેરીઓ સોસાયટીઓમાં તેમજ છ તાલુકામાં ધુળેટી ના કરવાની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ નવસારી જિલ્લામાં એક અનોખી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અધિકારીઓ હોય કે કર્મચારી હોય તમામ ભેદભાવો બનીને નવસારીના એરુ ખાતે આવેલ પોલીસ ગ્રાઉન્ડમાં રંગોત્સવનું આયોજન થયું હતું.

નવસારી જિલ્લા પોલીસના અધિકારી કર્મચારીઓએ પણ એરુ ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે મન મૂકી બોલીવુડના ગીત પર ઝૂમ્યા હતા.સતત નોકરીમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારીઓને મોટાભાગે તહેવારોની ઉજવણીમાં સમય મળતો નથી. બંદોબસ્ત અને ફરજ નિભાવવાને કારણે અધિકારીઓએ કર્મચારીઓ મોટેભાગે દરેક તહેવારથી અજાણ અને અળગા રહે છે. ત્યારે નવસારી ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક,DYSP, પી.આઇ,પીએસઆઇ સહિતના કર્મચારીઓએ આજે એરુ ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડમાં બોલીવુડના તાલે ઝૂમીને તહેવારના રંગે રંગાયા હતા.

ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા,DYSP એસ.કે.રાય,LCB PI ડી.એસ. કોરાટ સહિતના અધિકારીઓએ પ્રોટોકોલ મૂકીને મસ્તીમાં ઝૂમ્યા હતા.કીચડમાં અધિકારી અને કર્મચારીનો ભેદ ભૂલાયો હતો.સૌ કોઈ સમાન બનીને તહેવાર ઉજવવા તલ્લીન બન્યા હતા.