
નવસારીના કાછિયાવાડી ગામે અંબા માતા મંદિર નો પુનરોદ્ધાર સંજયભાઈ ભવનભાઈ પટેલ પરિવાર દ્વારા એકલ પન્ડે કરાશે
- Local News
- March 8, 2023
- No Comment
ગરવા ગુજરાતીઓની સંસ્કાર નગરી નવસારી પ્રદેશમાં અનેકાનેક શાખાઓ તો થઈ રહી છે સંસ્કૃતિ સેવા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવસારીમાં નવા મોરપીછ ઉમેરાઈ રહ્યા છે. નવસારીના કાછીયાવાડી ગામે નવસારીને શાકભાજી ફળ અને બાગાયતી પેદાશોનું ભરપૂર લાભ આપવા સાથે સખાવત ક્ષેત્રે પણ પાછળ ફરીને જોયું નથી. કાછિયાવાડી ગામના આગેવાન સખાવતી બિલ્ડર સંજય ભવનભાઈ પટેલ દ્વારા ગામમાં વર્ષો પહેલાં નિર્માણ પામેલ માં અંબા નું અંબા નિકેતન મંદિર જૂનું થતા તેના પુનોઘ્ધાર માટે સંજય ભવનભાઈ પટેલ દ્વારા અંદાજે ત્રણ કરોડના ખર્ચે નૂતન ભવ્ય અંબાનીકેતન મંદિર નિર્માણ થશે આ મંદિર ના નીચેના ભાગમાં સંજયભાઈ ના ભાઈ સ્વદીપક ભાઈ ભવાનભાઈ પટેલ ના સ્મરણાર્થે 4,500 સ્ક્વેર ફૂટનો વિશાળ હોલ પણ અર્પણ કરવામાં આવશે કરવામાં આવશે
નવીન સાકાર થનાર મંદિર ભૂમિ પૂજન શિલાન્યાસ પ્રસંગે પ્રખર કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસે પ્રાસંગિક આશીર્વાદ આપ્યા હતા એન જે ઇન્ડિયા ગ્રુપના જીગ્નેશ દેસાઈ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ હાર્દિક નાયક નગરસેવક પ્રશાંત દેસાઈ વિગેરે ઉપસ્થિત રહી પોતાના સહયોગની ખાતરી આપવા સાથે એક જ પરિવાર સમગ્ર સખાવત દ્વારા નૂતન મંદિર બનાવે એ સંસ્કાર નગરી નવસારીમાં મોરપીંછ ગણાશે