
ડાંગના સુબીર તાલુકાના ઝરી ગામમાં દીપડાએ બાળક પર હુમલો કરતા ગ્રામજનો માં ભય નો માહોલ
- Local News
- March 25, 2023
- No Comment
મળતી માહિતી મુજબ ડાંગના સુબીર તાલુકાના પીપલાઇદેવી ફોરેસ્ટર રેન્જ ની હદ માં આવેલ ઝરી ગામ ના સિમાડે વહેલી સવારે હીરામણ સુરેશભાઈ ગાંગોડા ઉ. વ.૧૦ વર્ષ બાળક મહુડા ના ફુલ વીણી રહ્યો હતો તે દરમિયાન જંગલ વિસ્તાર માંથી ખોરાક ની શોધ માં આવી ચડેલા ખુંખાર દીપડાએ મહુડા ના ફુલ વીણતાં બાળક પર અચાનક હુમલો કરી પેટ તથા માથાના ભાગે બચકા ભરતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
જ્યારે આ બાળકે હિંમત રાખી બુમાબુમ કરતાં આજુબાજુ થી લોકો ઘટના સ્થળે દોડી જઈ દીપડા ને ભગાવ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળક ને ૧૦૮ મારફતે સુબીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે બાળકને તાત્કાલિક સારવાર મળતાં હાલ બાળકની હાલત સુધારા પર આ ધટના બનાવ અંગે ની જાણ વન વિભાગ ને થતા વન વિભાગ ની ટીમે ધટના સ્થળે દોડી આવી હતી પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી હતી