આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયા છ મહિનામાં બીજીવાર ભાવ વધારો કરાયો

આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયા છ મહિનામાં બીજીવાર ભાવ વધારો કરાયો

ગુજરાતની જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. વાત જાણે એમ છે કે, અમૂલ  દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું ફરી એકવાર બજેટ ખોરવાશે. મહત્વનું છે કે, અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે.

અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ભાવવધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા,સહિતના સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. આ સાથે આ ભાવવધારો આજ થી જ એટલે કે 1લી એપ્રિલથી જ  લાગુ કરાયો છે.

આ પ્રમાણે ભાવ વધારો આજથી લાગુ પડ્યો છે.

અમૂલ ગોલ્ડ (500 મીલી) જુનો ભાવ 31 રૂપિયા જે નવો ભાવ હવે 32 રૂપિયા થયો

અમૂલ શક્તિ (500 મીલી) જુનો ભાવ 28 રૂપિયા જે નવો ભાવ હવે 29 રૂપિયા થયો

અમૂલ ગાય (500 મીલી) જુનો ભાવ 26 રૂપિયા જે નવો ભાવ હવે 27 રૂપિયા થયો

અમૂલ તાઝા (500 મીલી) જુનો ભાવ 25 રૂપિયા જે નવો ભાવ હવે 26 રૂપિયા થયો

અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ જુનો ભાવ 22 રૂપિયા જે નવો ભાવ હવે 23 રૂપિયા થયો

અમૂલ ભાવ વધારો કરતા જનતાએ ફરી વધુ મોંઘવારી માર પડશે.અમુલ પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરતા જનતાએ પોતાના બજેટ ફરી છ માસ એકવાર ભાવ વધારો ગૃહિણીઓ ચિંતિત બની છે.

અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતા ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *