“કુપોષણ મુક્ત” નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

“કુપોષણ મુક્ત” નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

“કુપોષણ મુક્ત નવસારી” અંતર્ગત આજરોજ નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં તમામ બાળકોને સૌના સહિયારા પ્રયાસથી કુપોષણ મુકત બનાવવા અનુરોધ કર્યો હતો. કુપોષણ મુકત બનાવવાના અભિયાનમાં સરપંચો, એન.જી.ઓ., આંગણવાડી વર્કરો તેમજ ગામ તથા સોસાયટીના આગેવાનોનો સહયોગ લઇ જનઆંદોલનરૂપે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. રેડ ઝોન કે યલો ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. કુપોષણમુક્ત નવસારી કાર્યક્રમનો મુખ્ય આશય છે કે, યલો ઝોન વાળા બાળકો ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી સૌએ કરવાની છે. જિલ્લાના તમામ અધિકારીઓને આંગણવાડીની મુલાકાત લઇ, બાળકને પોષણયુકત આહાર તેમજ તેની સમયસર આરોગ્ય તપાસ થાય તેની વિશેષ કાળજી રાખી અંગત રસ દાખવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે ” કુપોષણ મુક્ત નવસારી ” અન્વયે જરૂરી માર્ગર્દશન આપ્યું હતું.

આ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા, અધિક નિવાસી કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *