નવસારીના GMRC મેડીકલ કોલેજ ખાતે આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં CPR ટ્રેનિંગ તાલીમ શિબિર યોજાઇ

નવસારીના GMRC મેડીકલ કોલેજ ખાતે આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં CPR ટ્રેનિંગ તાલીમ શિબિર યોજાઇ

તાજેતર માં હ્રદય બંધ (હાર્ટ એટેક) થવાના કારણે મૃત્યુ થવું એ સમાજ માટે ચિંતાજનક બાબત છે . તે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્રારા ૧૨૦૦ થી વધારે તબીબી તજજ્ઞો દ્રારા ગુજરાત ની તમામ 38 મેડીકલ કોલેજો માં CPR ( Cardio Pulmonary Resuscitation) ટ્રેનિગ અભિયાન અંતર્ગત આજે નવસારીના આટ ગામે જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ GMRC ખાતે ગુજરાત સરકારના આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતા હેઠળ નવસારી તાલીમ કેન્દ્રની શિબિર યોજાઇ હતી.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિએ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું કે , કોરાના જેવી કપરી પરિસ્થિતિમાં પણ ભાજપના કાર્યકર્તા જન જન સુધી સેવા આપી હતી અને આજે જ્યારે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં 38 મેડિકલ કોલેજ પર આયોજિત CPR ટ્રેનિંગથી ભાજપના કાર્યકર્તાઓ જાગૃત પણ થશે અને લોકોને વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ પણ થશે.

વધુમાં જણાવ્યું કે , સેવા પરમો ધર્મ ‘ના સિદ્ધાંતને સાથે રાખી સતત પ્રજાલક્ષી કાર્યક્રમ આપતા ભાજપ પક્ષ દ્વારા હાર્ટએટેક ના વધતા બનાવોના સમયે કાર્યકર્તાઓને મેડીકલ નોલેજ ઉપયોગી થાય એ આશયથી CPR ની તાલીમ સંગઠનના કાર્યકરો માટે રાખવામાં આવ્યુ છે જેમાં ઉપસ્થિત રહી ગર્વની લાગણી અનુભવી રહ્યું છું.

તાલીમ શિબિરમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓએ માનીનય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ અમદાવાદ ખાતે આયોજિત CPR ટ્રેનિંગનું લાઈવ પ્રસારણ નિહાળીયું હતું. ત્યારબાદ નવસારીની GMRC કોલેજની મેડિકલ ટિમ દ્વારા CPR વિષય પર ડિટેલ પ્રેઝન્ટેશન તથા ડેમોનાસ્ટ્રેશન આપી તાલીમ આપવામાં આવી હતી .

તાલીમ કાર્યક્રમના અંતમાં આદિજાતિ મંત્રી કુંવરજીભાઇ હળપતિ તથા મહાનુભવોએ પ્રેકટીકલ CPR ડેમોનાસ્ટ્રેશનનો પ્રત્યક્ષ પ્રેક્ટિસ કરી સૌ કાર્યકરોને ઉત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ , પ્રદેશ મંત્રી શીતલબેન સોની,મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશ ભાઈ નાયક,GMRC મેડિકલ કોલજના તજજ્ઞો તથા મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *