રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત ખાતે જનાર  કોંગ્રેસના 98 કાર્યકર્તાઓની નવસારી જિલ્લા પોલીસ ધ્વારા અટકાયત કરાઈ

રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત ખાતે જનાર કોંગ્રેસના 98 કાર્યકર્તાઓની નવસારી જિલ્લા પોલીસ ધ્વારા અટકાયત કરાઈ

સુરતની કોર્ટમાં હાજરી આપવા આવી રહેલા કોંગ્રેસના રાહુલ ગાંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર કોંગ્રેસી કાર્યકરો સુરત પહોંચી રહ્યા હોવાના સમાચાર પોલીસને મળતા તાત્કાલિક જે તે જિલ્લાની પોલીસને એલર્ટ કરીને તમામ કાર્યકરોને ડિટેઇન આદેશ કરવામાં આવ્યા હતા

જેને પગલે નવસારી જિલ્લાની ગ્રામ્ય જલાલપુર સહિતના અન્ય પોલીસ સ્ટેશનના કર્મીઓએ કોંગ્રેસી કાર્યકરોને ડીટેન કરવાની શરૂઆત કરી હતી.સુરત પહોંચી કોંગ્રેસી કાર્યકરો હોબાળો ન મચાવે તેમજ કોઈ ધરણા પ્રદર્શન સહિત આંદોલન ન થાય તે માટે રાજ્ય સરકારે આગમચેતીના પગલાં લેવાની શરૂઆત કરી છે

જેના ભાગરૂપે મુંબઈથી 100 કારના કાફલા સાથે સુરત પહોંચતા કોંગ્રેસી કાર્યકરો ની નવસારી જિલ્લા પોલીસે અટકાયત કરી હતી જેમાં મુંબઈના કાર્યકરોને જલાલપુર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા હતા.

ચીખલી,વાંસદા સહિતના આદિવાસી પંથકમાંથી પણ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોને સુરત પહોંચવાના આદેશ તથા જ તેઓ કાર ટુ-વ્હીલર તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સુરત જવા ઉપડ્યા હતા જેને રોકવા માટે પોલીસની ફોજ પણ તેના કરી દેવામાં આવી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લામાં કુલ 98 જેટલા કાર્યકરો અટક કરવામાં આવી છે. વાંસદા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અટક કરવામાં આવી છે.જલાલપોર પોલીસ સ્ટેશન ખાતે તેમજ રૂરલ પોલીસ સ્ટેશન મળી કુલ 98 જેટલા સુરત ખાતે રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા આવનાર હોય તેમના સમર્થનમાં જનાર કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *