
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ એ કાર્યકરોમાં બુથ સશક્તિકરણ ના પ્રાણ ફૂંકયા
- Local News
- April 7, 2023
- No Comment
નવસારી ખાતે આવેલા બી. આર.ફાર્મમાં બુથ સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચૂંટાયેલી પાંખ ,હોદેદારો,બુથ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ સાહેબ આવકાર પ્રવચન કરી સૌને આવકાર્ય હતા ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ એ કાર્યકરોને સંબોધતા પેજ સમિતિના આ ચક્રવ્યુને વધુ મજબૂત જેમાં ચૂંટાયેલી પાંખ સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
ભાજપ પાર્ટી ને કોર્પોરેટ કંપનીની જેમ ડિસિપ્લિન અને સંગઠનની શક્તિથી ચાલે છે. જેમાં સી.આર.પાટીલ એ આગામી લોકસભામાં હરીફ ઉમેદવારની ડિપોઝિટ અને જંગી બહુમતીથી લીડ લાવવાનો સંકલ્પ લીધો છે પેજ સમિતિના આ ચક્રવ્યુને વધુ મજબૂત બનાવવા માટે સી. આર. પાટીલે કાર્યકરો રોડ મેપ આપ્યો હતો.
આગામી 2024 માં લોકસભાની ચૂંટણીમાં જંગીબહુમતીથી જીત અને લીડ મેળવવા માટે સી.આર.પાટીલે ને બુથ સશક્તિકરણ અભિયાનની શરૂઆત કરી છે. જેમાં પોતાના સંસદીય મતવિસ્તારમાં આવતા નવસારીમાં સંમેલન યોજિને કાર્યકરોને મતદાર સુધી કંઈ રીતે પહોચવું મતદાન કરાવવું તેની માહિતી આપી હતી.
સી.આર. પાટીલ એ ISO સર્ટીફીકેટ ધરાવતી તેમની ઓફિસ કઈ રીતે કામ કરે છે તેની પણ માહિતી પ્રેઝન્ટેશન થકી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી લઈને અત્યાર સુધી સંગઠન ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરી તેમજ ભારત દેશને વિશ્વના દેશો હરણફાળ ભરતા વિકસિત દેશ તરીકે જોતા થયા હોવાનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.સી આર પાટીલજીએ તમામ કાર્યકરોને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વીટર સહિતના એકાઉન્ટ ખોલી જન જન સુધી પહોંચવાની હાકલ પણ કરી હતી.
મતદારો સુધી કેવી રીતે પહોંચાય અને તેમને બુથ સુધી કઈ રીતે લાવવા તે માટે પેજ સમિતિ એક અભેદ શસ્ત્ર હોવાની માહિતી સી આર પાટીલએ આપી હતી. તેમજ પેજ સમિતિને લઈને નબળું પર્ફોમન્સ ધારાવતા સભ્યોનો ઉઘડો સ્ટેજ પરથી જ લેવામાં આવ્યો હતો. સી.આર પાટીલ કેટલી પેજ સમિતિ લોકોમાં કેટલી બારીકાઈથી લોકોના કામ કરે છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભાના ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહ, વલસાડના સાંસદ ડોક્ટર કે સી પટેલ ,ધારાસભ્ય આર સી પટેલ, નરેશભાઈ પટેલ અને રાકેશભાઈ દેસાઈ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી ઉષાબેન પટેલ ,ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની ,નવસારી જિલ્લા પ્રભારી રણજીતભાઈ ચીમના ,સહિતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.