નવસારી જિલ્લામાં જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષા આપવા વિધાર્થીઓ ઉત્સાહભેર પહોંચ્યા: ચૂસ્ત બંદોબસ્ત અને સઘનચેકિંગ વચ્ચે પરિક્ષા આપશે
- Local News
- April 9, 2023
- No Comment

ગુજરાત રાજ્યમાં હજારો ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. વહેલી સવારથી જ અન્ય જિલ્લામાંથી આવેલા ઉમેદવારો પોતાના કેન્દ્રો બહાર ઉભા રહીને અંદર પ્રવેશવાની રાહ જોઈ રહ્યા હતા. પરીક્ષા ઉમેદવારોએ આ વખતે આઈ.પી.એસ હસમુહભાઈ પટેલ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોઈપણ ગેરરીતિ ન થાય કે પેપર લીક ના થાય તેને લઈને પરીક્ષાર્થીઓ આશ્વાસત થયા છે.

ગત જાન્યુઆરીમાં યોજાયેલ જુનિયર ક્લાર્ક નીપરીક્ષામાં પેપર લીક થતા તેને રદ કરવામાં આવી હતી. જે બાદ અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારની આબરૂ આ પેપર લીકને કારણે દેશ તથા વિદેશમાં ખરાબ થઈ હતી. ત્યારે રાજ્ય સરકારે મક્કમતા સાથે પેપર લીક કાંડ મામલે કાયદો ઘડીને દોષિતોને કડક સજા થાય તે દિશામાં ભૂતકાળમાં પગલાં પણ ભર્યા છે. રાજ્ય સરકારે પરીક્ષાની જવાબદારી આઈ.પી.એસ હસમુખ પટેલને સોંપતા તેમની કામગીરી ઉપર ઉમેદવારોને ભરોસો બેઠો છે.

રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ દિશા નિર્દેશ જાહેર કરવા સાથે આજે નવસારી જિલ્લા કલેકટરે ગતરોજ પત્રકાર પરિષદ યોજી હતી. ઉમેદવારોને કોઈપણ સમસ્યા માટે 02637-257477 ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોતાની સમસ્યા જણાવી શકે છે.
નવસારી જિલ્લામાં જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે કુલ પરીક્ષા કેન્દ્ર 75 બનાવાયા છે. જેમાં કુલ ઉમેદવાર 27030 પરીક્ષા આપશે. બસ વ્યવસ્થાઓ કુલ રૂટ 25 તેમજ પરીક્ષા બ્લોક 901 જિલ્લા ભરમાં ફરજ પરનો સ્ટાફ 2505 વ્યવસ્થાઓ કરવામાં આવી છે.આ પરિક્ષા માં કોઈ ગેરરીતિના થાય તે માટે ફ્લાયિંગ સ્કોર્ડ 7+21તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ સહિત અન્ય સ્થળો માટે પોલીસ ગાર્ડ 375 મુકવામાં આવ્યા છે

ઉમેદવારો માટે જરૂરી સુચના ઉમેદવાર પોતાની સાથે પરીક્ષા કેન્દ્રમાં હોલ ટિકિટ, ફોટો ઓળખકાર્ડ, અને બૉલપેન સાથે પ્રવેશ કરી શકશે.તમામ ઉમેદવારોનું 100% સ્ક્રીનીંગ કરવામાંઆવશે. મહિલા ઉમેદવારના સ્ક્રીનીંગ માટે અલગ રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી છે.તમામ સેન્ટરના પરિક્ષાખંડ અને લોબીમાં CCTV કેમેરા ઉપલબ્ધ રહેશે.

અધિક નિવાસી કલેકટર નવસારી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કલમ-144 મુજબનું જાહેરનામું,ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 37(1) ની સત્તાની રૂએ કલમ 33(1) આર(3) અન્વયે લાઉડ સ્પીકર, ડી. જે. વગાડવા પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રોની 100 મીટર હદમાં ઝેરોક્ષ મશીન ફેક્સ સંબંધિત સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ સમયસર બસ સુવિધા ઉમેદવારોને મળે એ માટે GSRTC ના અધિકારી, વીજ પુરવઠા માટે DGVCL/GETCO ના અધિકારી સાથે સંકલન કરી આયોજન પૂર્ણ કર્યું છે.

પરીક્ષા કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન, ડિજિટલ સ્માર્ટ વોય, કેલ્ક્યુલેટર અન્ય સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ.પરીક્ષા કેન્દ્ર ખાતેફરજ બજાવતા અધિકારી કર્મચારીના મોબાઈલ ફોન પર પ્રતિબંધ લાધવામાં આવ્યો છે.