
વાંસદા તાલુકા ખાંભલામાં દિપડાનો ખેતરમાં કામ કરતા ચાર મજૂરો ઉપર જીવલેણ હુમલો
- Local News
- April 8, 2023
- No Comment

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ દિપડાઓ નવસારી જિલ્લામાં હોવાનું માનવામાં આવે છે. પૂર્વ પટ્ટી ગામો દીપડાની હાજરીથી ટેવાઈ ગયા હોય તેમ અવારનવાર દીપડા અને માનવ વચ્ચે સામનો થવાના બનાવો નોંધાયા છે ડાંગ જિલ્લાના જંગલ બોડા થતા દિપડાઓ હિજરત કરીને નવસારી જિલ્લા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આજે ફરીવાર વાંસદા તાલુકાના ખાંભલા ગામે ખેતરમાં કામ કરતા ત્રણ મજૂરો પર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે.
જ્યસિહભાઈ ગાયકવાડ,સુરેશ ચવધરી,ચિંતું ગાયકવાડ નામના ત્રણ ખેત મજૂરો બપોરના ત્રણ વાગ્યે ખેતીમાં કામ કરી રહ્યા હતા ત્યારે એકાએક ખેતરમાં ચઢી આવેલા દીપડાએ ત્રણેય ઉપર વારાફરથી હુમલો કર્યો હતો જેમાં મજૂરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. તેથી એમના ત્રણ સાથીની ઓછી ઈજા હોવાથી ખાંભલા ગામમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સારવાર આપવામાં આવી હતી હુમલો કરી દિપડો જંગલ તરફ નાસી ગયો હતો. સુરેશભાઈ ઝીણુભાઈ ચવધરી વધુ ઈજાઓ હોય વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડ્યા હતા.
ઘટનાની જાણ વન વિભાગને થતા તાત્કાલિક ખાંભલા ગામ દોડી ગયા હતા અને પાંજરું મુકી દીપડાને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં નોર્મલ વન વિભાગમાં આવતા વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગ તેમજ ચીખલી નોર્મલ વન વિભાગ તેમજ નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ ધ્વારા એ દીપડા અને માનવ વચ્ચે થતા ટકરાવ તેમજ ઘર્ષણ થતું અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

નવસારી જિલ્લામાં દીપડાઓને શેરડીના ખેતરોમાં હુંફ પાણી અને જીવન જીવવા માટે પર્યાપ્ત ભોજન તેમજ રહેવા સહિતનું વાતાવરણ મળી રહેતા નવસારી જિલ્લામાં તેઓ સ્થાયી થયા છે પરંતુ ખેત મજૂરો, સહિત ગ્રામજનો ઉપર થતા અગાઉ હુમલા પણ થયા હતા અને હવે દિપડાઓ દિવસ તેમજ રાત્રી દરમ્યાન દેખાવા બનાવવો વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર લોકોમાં ચિંતા વધારી રહ્યા છે.

પ્રાપ્ત માહિત અનુસાર ગઈકાલે નવસારીના ખડસુપા ગામે શેરડીના ખેતરમાં શેરડી કટીંગ દરમ્યાન અચાનક દિપડો દેખાવાની ધટના બની હતી.સદ્દનસીબે મુકાદમ ધ્વારા સાવચેતી ભાગરૂપે શેરડી કટીંગ અટકાવી દેવાઈ હતી. મજૂરોને બહાર બોલાવી લઈ નવસારી સામાજિક વનીકરણ વિભાગ નવસારીના અધિકારીઓને આ બાબતે જાણકારી આપી હતી.
દીપડા કેમ માનવ વસ્તી તરફ વધી રહ્યા છે?
ડાંગ જિલ્લામાંથી ધીરે ધીરે દીપડાની પ્રજાતિ નવસારી જિલ્લા તરફ સ્થળાંતરિત થઈ રહી છે નવસારી જિલ્લામાં શેરડીના ખેતરોમાં દીપડાને હુંફ મળે છે તો સાથે જ પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાંથી પીવાના પાણીની જરૂરિયાત સાથે ભોજન તેમજ નદી કિનારે કોતર રહેવા મળી છે. માદા દિપડા સંવનન કરી બે થી ચાર બાળકો જન્મ આપી મોટા કરવા સુધી ખેતરમાં કે અવાવરુ જગ્યાએ તેમજ પડતર જમીનમાં દીપડાઓ અહીં મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. દીપડાઓ અત્યાર સુધી નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જ મોટી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ હવે પશ્ચિમ વિભાગના ગામડાઓમાં પણ દીપડાની દહેશત વધી છે.
વાંસદા તાલુકાના છેવાડાના ગામ ખાંભલામાં દીપડાએ ચાર ખેડુતો પર જીવલેણ હુમલો કરતા ભયનો માહોલ ફેલાયો છે. દિપડાને તુરંત ઝબ્બે કરવાની લોકોએ માંગ કરવામાં આવી છે.
અગાઉ જણાવ્યાનુસાર આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા છેવાડે આવેલા ખાંભલા ગામે સાતમાળ ફળિયામાં રહેતા સુરેશભાઈ ઝીણુભાઈ ચવધરી જેઓ તેમના ત્રણ સાથીઓ સાથે પોતાના ખેતરમાં આવન નાંખવા ગયા હતા. તે દરમિયાન આજે બપોરેનાં ત્રણ કલાકે અચાનક શિકારની શોધમાં હોય એમ ખુંખાર દિપડો જંગલની સીમમાંથી બહાર નીકળી અચાનક સુરેશભાઈ ઝીણુંભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.
અચાનક દિપડાનાં હુમલાથી ગભરાય ગયેલા સુરેશભાઈએ બુમાબુમ કરતા તેમના ત્રણ સાથી પણ મદદ માટે દોડી ગયા હોવા છતા, દિપડોએ ચારે પર હુમલો કરતા તેઓની બુમાબુમથી ગામનુ ટોળુ ઘટના સ્થળે પહોંચતા દિપડો જંગલ માં પલાયન થઈ ગયો હતો. ગામનાં સરપંચ અનિલભાઈ ચવધરી પણ ઘટના સ્થળે પહોંચી જતા ઈજાગ્રસ્ત સુરેશભાઈ ઝીણુભાઈને સારવાર માટે વાંસદા લઈ જવાયા હતા.
[સુરેશભાઈ ઝીણુભાઈ ચવધરી, ખેડૂત, ખાંભલા]
છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કરતા હાથના ભાગે ઈજા થઈ છે જ્યાં પાંચ ટાંકા પણ આવેલ છે.[ગાયકવાડ જયસીગભાઈ, ખાંભલા]