
વંદન છે આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને
- Uncategorized
- April 8, 2023
- No Comment
એક બહેન રેલવેની ભીડને ચીરતા ખૂબ ઉતાવળેથી પોતાના ઘરે જવા આગળ જઈ રહ્યા છે. એક ગરીબ ભીખારણને એક ઉપેક્ષિત નજરે જોઈ આગળ વધી જાય છે. અચાનક તેમના ડગ આગળ વધતા અટકી જાય છે. ધીમે રહી પોતાની નજર પાછળ ઘુમાવી એ પેલી ભીખારણ પાસે જાય છે. ધ્યાનથી જોતા તેમનો ચહેરો સહેજ પરિચિત લાગે છે. તેમનું નામ ખૂબ નમ્ર ભાવે પૂછતાં એ ભીખારણ પોતાનું નામ જણાવે છે. એ સાંભળતા જ બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.
આ એ જ એના પથદર્શક મેથ્સના ટીચર જે તેના જેવા હજારો વિદ્યાર્થીઓના પ્રેરણાદાયક વ્યક્તિ છે એ જાણી તે બહેન ગમગીન થઈ જાય છે. તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ જઈ ,સ્નાન કરાવી ,નવા કપડાં પહેરાવી તેમને પૂછતાં દિલ દહેલાવી દે તેવી એક કથા સાંભળવા મળી. પતિના મૃત્યુ પછી 3 દીકરામાંથી એક પણ દીકરો એક પણ ટંકનું ભોજન આપવા રેડી નથી. રહેવા માટેના માતા-પિતાના ઘરને વેચી નાખી તેના 3 દીકરાઓએ તે રકમને સરખે ભાગે વહેંચી લઈને વિધવા માને રસ્તે રઝળતી કરી દીધી. કોઈ આધાર અને આવક ન રહેતા મેથ્સ ટીચર બાજુના શહેરમાં રેલવે સ્ટેશને ભીખ માંગી રહ્યાં હતા.
ફટાફટ ફોન નમ્બર ડાયલ થવા લાગ્યા. 24 કલાકમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના આદરણીય મેથ્સ ટીચર માટે ભેગા થવા લાગ્યા. એક વીકમાં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની ગુરુદક્ષિણાની લાજ સચવાય એમ લાખો રૂપિયા સાથે ઉમટી પડ્યા.જોતજોતાંમાં એક ફુલફર્નિશ ઘર ખરીદી લેવામાં આવ્યું. 6 મહિના ચાલે તેટલું રાશન અને દર મહિને એક ચોક્કસ રકમ પોતાના ગુરુજીને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી.
કેરળના મલ્લાપુરમ નામના નાના એવા શહેરની વાસ્તવમાં બનેલી ઘટના છે.
વંદન છે એ ગુરુ અને શિષ્યોને….