રૂ. ૧૧૦ કરોડના ખર્ચે પૂર્ણા નદી પર સાકાર થનાર ડેમથી અંદાજે ૭ લાખ પ્રજાજનોને લાભ સાથે નવસારીનું પૂર્ણા ડેમનું સપનું સાકાર થશે: ધારાસભ્ય રાકેશ દેસાઈ
- Local News
- April 12, 2023
- No Comment
સદીઓથી ગુજરાતની ભૂગોળ પર નર્મદા,મહી, તાપી,પૂર્ણા,અંબિકા નદીઓ વહી રહી છે. નવસારી પૂર્ણાને કાંઠે વસ્યુ પણ તાપીનું પાણી હજારો પરિવારો વાપરે છે! રહેવાનું નવસારીમાં, નવસારીમાં પૂર્ણા….. પણ કરમની કઠણાઈ કે પીવા – વપરાશનું પાણી તાપી નદીનું ?!

છેલ્લા ચારેક દાયકાથી મેં પોતે અને અન્ય મિડિયા સાથીઓએ વારંવાર આ વાત દોહરાવી કે ‘‘ આપણી લોકમાતા પૂર્ણા બુઢ્ઢી બોખા મોં વાળી, અને માવજતના અભાવે ધુજતી- કરચલીવાળી ડોશીમાં છે.ʼʼ દરેક સંસ્કૃતિનું પારણું નદી પણ નવસારીની પૂર્ણા નદીમાં આપણે કેટલાને તરતા જાયા ? સ્નાનની મઝા લેતા, નૌકાવિહાર કરતા કેટલા ? સમગ્ર નવસારી અને સમગ્ર વિજલપોરને તાપી નદીની કાકરાપાર નહેરમાંથી પાણી ઠાલવી, નવસારીના દુધિયા તળાવમાં ઠાલવી મધુર જળ પુરવઠો આપવો પડે ને નાગધરા સુધી પાણીની પાઈપલાઈન બિછાવી લાખો કરોડોનો ખર્ચો અને ખર્ચાનું આયોજન માથે પડ્યું કહેવાય?!

સર્વકાલીન જાડે આજે ધારાસભ્ય રાકેશ દેસાઈ અને પ્રદેશના કર્મઠ કાર્યકર કરસનભાઈ ટીલવા મૂળભૂત જનસંઘી કાર્યકર પંકજ નાયકની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું કે નવસારી- વિજલપોર અને પૂર્વનો પૂર્ણા પ્રદેશની અંદાજે ૭ લાખની જનતા અને પરિવારોને આપણી પૂર્ણા જ પાણીની જરૂરિયાત પૂર્ણ કરશે. આગામી તા. ૧૮મી એપ્રિલે સવારે કસ્બા ગામના ક્રિકેટના મેદાન પર રૂ. ૧૧૦ કરોડના ખર્ચે આગામી ર વર્ષમાં સાકાર થનાર પૂર્ણા ડેમનું ખાતમુર્હુત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થશે.
નવસારી વિજલપોરનાં તમામ અને ચોપાસનાં ગામોના મોટા તળાવોને આંતરિક જાડાણ કરી બારમાસી છલોછલ બનાવાશે. ભૂર્ગભનું ખારુ જળ વોટર ટેબલ ઉપર આવવા સાથે દરિયાનાં પાણીની ખારાશ અટકશે અને ભૂર્ગભ જળતળથી નવસારી અને પૂર્વ વિભાગના લગભગ તમામ ગામોને પીવા, વપરાશ અને ખેતી માટે પાણી મળી રહેશે.

આગામી તા. ૧૮મી એપ્રિલ સવારે કસ્બાગામ ખાતે ક્રિકેટના મેદાનમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી ડો. કનુભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિ પૂર્ણા ડેમનું ખાતમુર્હુત થવા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગણદેવી- ધમડાછા ખાતે રૂ. ૪૨ કરોડના નવા પુલ તથા રૂ. ૪૫ કરોડના ખર્ચે સાકાર ચીખલી હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્ણા ચેકડેમ કોઝવે માટે દાયકાઓ પહેલા આમડપોરના વતની અને પ્રગતિશીલ ખેડૂત ઠાકોરભાઈ મોહનભાઈ દેસાઈ તથા તેમના પુત્ર સખાવતી આગેવાન અને ઉદ્યોગપતિ ક્રિપલાણી ઠાકોર દેસાઈ સહિત પૂર્ણા પ્રદેશના અનેક આગેવાનો આમરીના વસંતભાઈ પરાગજી, પડઘાના અરવિંદ કલ્યાણજી, કસ્બાના પરેશ દેસાઈ, ઠાકોરભાઈ નાથુભાઈ નાયક વિગેરેએ વારંવાર પૂર્ણા પર ડેમ બને એમ માંગણી કરી હતી.
આગામી તા. ૧૮ એપ્રિલ પૂર્ણા ડેમનું અધુરુ સપનું મધુર બનાવવાનો શિલાયન્સા અને ખાતમુર્હુત થશે. આ ડેમ માટે સાંસદ સી.આર.પાટીલ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ અને છેલ્લા ચાર માસથી પદારૂઢ નવસારી ધારાસભ્ય રાકેશ ગુણવંતરાય દેસાઈએ ઝિંદાદિલ પરિશ્રમ કરી આ યોજનાને સાકાર કરવા ધૂણી ધખાવી હતી. આગામી ૨૦૨૬ પહેલાઆ પૂર્ણા ડેમ સાકાર થશે.
નવસારી પ્રદેશના આગેવાનો સામાજીક સંસ્થાઓ, ખેડૂતો અને સહકારી મંડળીઓને સર્વકાલીનના માધ્યમથી અપીલ કે નવસારી પ્રદેશમાં મધુર જળનો પ્રશ્ન નવસારીની ભૂગોળમાં નવસારીના ઈતિહાસમાં નવસારીનાં નાગરિકતામાં ઉકેલાય રહ્યો છે ત્યારે પૂર્ણાના બંને કાંઠે હરિયાળી માટે ‘‘તન, મન, ધન સબસે ઉપર વન’’ એમ વૃક્ષારોપણની સામૂહિક ઝુંબેશ પૂરા બે ત્રણ વર્ષ ચલાવી દેશભરમાં દ.ગુજરાત એટલે લીલોછમ બગીચો અને વાડીગામ જેમ આજે અંબિકાના જળથી મધુરથી તૃષાતૃપ્ત છે

ત્યારે પૂર્ણ પ્રદેશ પણ લીલોછમ, પર્યટક સ્થળ, નૌકાવિહાર અને સૌંદયથી છલોછલ બને મા પૂર્ણાને પાર્લર ટ્રીટમેન્ટ મળે અને વયસ્ક પૂર્ણ લાલીમાવાળી તાજગીવાળી તેજભરી મધુર મુખારવિંદ વાળી લોકમાતા પૂર્ણા સ્મિતવદના બને તેનો પુરૂષાર્થ, સહકાર અને આયોજન સરકારની સાથે એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ સહયોગ કરી આપણા પ્રદેશને લીલોછમ, જળ સમસ્યા મુકત બનાવીએ.