મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપ (ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ)ના સદસ્યો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ મુલાકાત-બેઠક યોજાઈ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપ (ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ)ના સદસ્યો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ મુલાકાત-બેઠક યોજાઈ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના ૮ જેટલા પાર્લામેન્ટ્રી મેમ્બર્સની ગાંધીનગરમાં મહત્વપૂર્ણ મુલાકાત બેઠક યોજાઇ હતી.

આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપ યુ.કે ભારત અને ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં ભારતની મુલાકાતે છે તે દરમ્યાન ગુજરાત પ્રવાસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલા આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપમાં બ્રિટીશ પાર્લામેન્ટના કોન્ઝરવેટીવ પાર્ટી, લેબર પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અપક્ષ-ક્રોસ બેંચના મળીને કુલ-૮ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભૂમિ ગુજરાતમાં આ ડેલિગેશનનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ હતું.

તેમણે ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે તેની વિશદ ભૂમિકા આ ડેલિગેશન સાથેની બેઠક દરમ્યાન આપી હતી.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇની વિઝનરી લીડરશીપને કારણે દેશ-વિદેશ સાથે વેપાર-ઉદ્યોગ વ્યાપકપણે વિકસ્યો છે અને ગુજરાત તેમના નેતૃત્વમાં અન્ય રાજ્યો અને રાષ્ટ્રો સાથે હંમેશા ઉષ્માપૂર્ણ સંબંધો માટે તત્પર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ તેમજ રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાપૂર્ણ ગુણવત્તાયુકત સમાજજીવનને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની વિસ્તૃત છણાવટ બ્રિટીશ પાર્લામેન્ટના આ સભ્યો સમક્ષ કરી હતી.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વેપાર, ઉદ્યોગ, મેન્યૂફેક્ચરીંગ હરેક ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ રહેલું છે અને વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે વિદેશી રોકાણોની પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં એવું સાનુકૂળ વાતાવરણ વ્યાપાર-ઉદ્યોગ માટે બન્યું છે કે એકવાર ગુજરાતમાં પોતાનો વ્યવસાય, ઉદ્યોગ શરૂ કરનારા રોકાણકારો પછી ગુજરાતમાં જ સ્થાયી થઇ જાય છે-અન્ય કયાંય જતા નથી.

મુખ્યમંત્રીએ સોલાર તથા વિન્ડ એનર્જી ઉત્પાદનમાં અને ગ્રીન-કલીન ઊર્જામાં ગુજરાત દેશમાં ૧પ ટકા જેટલું યોગદાન આપે છે તેની પણ વિગતો આપી હતી.

 

મુખ્યમંત્રી સાથેની આ બેઠક દરમ્યાન બ્રિટીશ પાર્લામેન્ટના આ ઓલ પાર્ટી ડેલિગેશનના સદસ્ય સાંસદોએ ખાસ કરીને સોલાર રૂફટોપ, ગ્રીન ગ્રોથ, વેસ્ટ ટુ એનર્જી, સ્ટીલ પ્લાન્ટ સહિત ગુજરાતમાં ઉદ્યોગો માટે કન્ડ્યુસીવ એટમોસ્ફિયર વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો.

ગુજરાત પાસે લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાય ચેઇનની જે સુદ્રઢ વ્યવસ્થા છે તેનાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા અને ગુજરાત ગ્લોબલ ગેટ-વે બની શકે તેમ છે તેવો મત દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સદસ્યોને ગિફટ સિટીની વર્લ્ડકલાસ સુવિધાઓ અને IFSC, વગેરેની પ્રત્યક્ષ અનૂભુતિ કરવાનો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની વર્લ્ડકલાસ સુવિધાઓ અને સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝની વિશેષતાથી પણ આ ડેલિગેશનને માહિતગાર કર્યુ હતું.

તેમણે આ અંગે વધુમાં ઉમેર્યુ કે, ગિફટ સિટી નજીક ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી યુ.કે ની યુનિવર્સિટી ઓફ એડનબર્ગ સાથેના સહયોગથી આકાર પામી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.કે ની બેસ્ટ ગ્લોબલ યુનિવર્સિટીઝ પણ ગિફટ સિટીમાં પોતાના કેમ્પસ શરૂ કરે તેવો પણ અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આકાર પામેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું આમંત્રણ પણ મુખ્યમંત્રીએ આપ્યું હતું.

નાણાં-ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ, ઉદ્યોગ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, ઉદ્યોગ કમિશનર સંદિપ સાંગલે, ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી.  ગૌરાંગ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને ચર્ચા-પરામર્શમાં સહભાગી થયા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *