યુરીયા ખાતરનાં અનઅધિકૃત વપરાશ તથા નિકાસ મામલે ચીખલી ખાતે રેઝીન બનાવતી કંપનીમાં ખેતીવાડી ખાતાના દરોડા

યુરીયા ખાતરનાં અનઅધિકૃત વપરાશ તથા નિકાસ મામલે ચીખલી ખાતે રેઝીન બનાવતી કંપનીમાં ખેતીવાડી ખાતાના દરોડા

રાજ્યમાં ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ થતો અટકાવવા તથા આ સંબંધિત ગુનાખોરી પર નજર રાખી આવુ કૃત્ય આચરતા તત્વોને પકડી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે ખેતીવાડી ખાતાને સુચનાઓ આપી હતી. જે અનુસંધાને ખેતીવાડી ખાતા દ્વારા ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ તથા તેને અન્ય બેગમાં ટ્રાન્સફર કરી નિકાસ થતો હોવાની મળેલી ચોક્ક્સ બાતમીનાં આધારે તાજેતરમાં નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં દરોડા પાડવામા આવ્યા હતાં.

ચીખલી તાલુકાનાં આલીપોર (ખુંધ) ખાતે આવેલી આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ, આલીપોર ખાતે આવેલી વિન્ડસન કેમીકલ પ્રાઇવેટ લીમીટેડ તથા થાલા ખાતેના શિવકૃપા હોટેલમાં તપાસ કરવામાં આવી હતી. આ વિવિધ સ્થળોએ પાડેલા દરોડામાં ૬ અલગ અલગ વાહનોમાંથી રૂ.૮૮.૩૭ લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો અંદાજીત ૧.૪૨ લાખ કિલોની ૨૯૫૨ બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ-૧૯૮૫ની જોગવાઇ મુજબ આ પકડાયેલ જથ્થામાંથી કુલ ૧૨ નમુનાઓ લઇ પૃથ્થકરણ માટે ગાંધીનગર ખાતેની અધિકૃત ખાતર ચકાસણી પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જેના પૃથ્થકરણ રીપોર્ટ પ્રમાણે આ સમગ્ર પ્રકરણમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો અનઅધિકૃત ઉપયોગ થતો હોવાનું સાબીત થયુ છે. જેનાં આધારે વાહનોમાં ભરેલો અનઅધિકૃત જથ્થો તથા ૬ વાહનો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે.

આ જથ્થો નીમ કોટેડ યુરીયાનો છે, જે મંડળીઓમાંથી ખેડૂતોને ખાતર તરીકે વપરાશ માટે આપવામાં આવે છે. પરંતુ, ખોટા ઉપજાવી કાઢેલ બીલો બનાવી રેઝીન પાઉડરની બેગમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો જથ્થો ટ્રાન્સફર કરી કંપનીનાં માલીક  વિનોદભાઇ તેજાભાઇ પટેલ કન્ટેનરો મારફત આ જથ્થો એક્સ્પોર્ટ કરવાની તૈયારીમાં હતા.

જો કે આ જથ્થો એક્સ્પોર્ટ થાય તે પહેલા જ ગાંધીનગરની ખેતીવાડી ખાતાની જાગૃત ટીમ દ્વારા અનઅધિકૃત ખાતરનો ખુબ જ મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પકડાયેલા ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો જથ્થો કંપનીનાં માલિક દ્વારા કયાં ખાતરનાં વિક્રેતાઓ પાસેથી મેળવેલ છે અને કોને સપ્લાય કરવામાં આવનાર હતો તે અંગેની તપાસ માટે તા.૧૦.૦૪.૨૦૨૩ નાં રોજ દેવસર-બીલીમોરાના વિનોદભાઈ તેજાભાઇ પટેલ સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રૂ.૮૮.૩૭ લાખની કિંમતનો શંકાસ્પદ યુરીયા ખાતરનો અંદાજીત ૧.૪૨ લાખ કિલોની ૨૯૫૨ બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો:નમૂના પૃથ્થકરણના રીપોર્ટમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો અનઅધિકૃત ઉપયોગ થતો હોવાનું બહાર આવતા કંપની માલિક સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *