BIG BREAKING / રાજ્યની શાળાઓમાં આ તારીખથી 35 દિવસનું ઉનાળું વેકેશન, સત્તાવાર પરિપત્ર જાહેર, જુઓ ક્યારે શરૂ થશે શિક્ષણ કાર્ય
- Local News
- April 13, 2023
- No Comment
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શિક્ષણ વિભાગ દ્વારા 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.આગામી 5 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.
5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થશે
ત્યારે પ્રાથમિક શિણક્ષ નિયામક દ્વારા તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. ત્યારે પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી તા. 1 મે થી 4 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. ત્યારે આગામી 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થઈ જશે.
