“આરોગ્યમ્ એકંદરે સુખાકારી” થીમ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાયક્લોથોન યોજાઈ 

“આરોગ્યમ્ એકંદરે સુખાકારી” થીમ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાયક્લોથોન યોજાઈ 

રાજપીપળા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજરોજ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતેથી “આરોગ્યમ્ એકંદરે સુખાકારી”ની થીમ સાથે સાયક્લોથોન યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકની આગેવાનીમાં પ્રસ્થાન થયેલી સાયક્લોથોન કુલ ચાર (૦૪) રુટ ઉપરથી પસાર થઈ હતી. આ સાયક્લોથોનમાં આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ /કર્મચારીઓ અને બાળકો, રાજપીપલાના નાગરિકોએ સાયકલ ચલાવી ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.

આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ઝુંબેશના ભાગરૂપે “હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર થીમ” અંતર્ગત નવેમ્બર -૨૦૨૨ થી ઓકટોબર – ૨૦૨૩ એક વર્ષ સુધી “સ્વસ્થ મન સ્વસ્થ ઘર”ઝુંબેશ ટેગ લાઇન અંતર્ગત દર મહિને વિવિધ કાર્યક્રમો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોજાઈ રહ્યા છે. આગામી તા. ૨૫મી એપ્રિલે”વિશ્વ મેલેરિયા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ સાયક્લોથોન યોજાઈ હતી.

આજરોજ યોજાયેલી સાયક્લોથોનમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમન, આરોગ્ય વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કુલ ચાર રૂટ પરથી સાયક્લોથોન પસાર થઈ

(૧) ૦૪ – કી.મી. સાયક્લોથોન

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ માથી નીકળી – કાળિયાભૂત ચોકડી – જકાતનાકા સર્કીટ હાઉસ – ત્યાથી પરત – હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ – પૂર્ણ થઈ હતી.

(૨) ૨૬ – કી.મી. સાયક્લોથોન

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ માથી નીકળી – કાળિયાભૂત ચોકડી – જકાતનાકા સર્કીટ હાઉસ – નવા વાઘપરા પ્રા.આ.કે -પરત – હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ પૂર્ણ થઈ હતી

(૩) ૩૪ – કી.મી. સાયક્લોથોન

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ માથી નીકળી – કાળિયાભૂત ચોકડી – જકાતનાકા સર્કીટ હાઉસ – નવા વાઘપરા પ્રા.આ.કે- HWC પ્રા.આ કેન્દ્ર બોરીયા – પરત – હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ પૂર્ણ થઈ હતી.

(૪) ૪૧ – કી.મી. સાયક્લોથોન

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ માથી નીકળી – કાળિયાભૂત ચોકડી જકાતનાકા સર્કીટ હાઉસ – નવા વાધપરા પ્રા.આ.કે – HWC ગોરા આયુર્વેદિક ડીસ્પેન્સરી – પરત – હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર સહ પોલિક્લિનિક જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળા પૂર્ણ થઈ હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *