
નવસારી શહેર સહિત જિલ્લાભરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જંયતિ ઉજવણી કરાઈ
- Local News
- April 14, 2023
- No Comment
14મી એપ્રિલ એ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી છે. ભારતમાં બાબાસાહેબનું અન્ય રીતે પણ અમૂલ્યપ્રદાન છે. અહીંના નવસારી જિલ્લામાં પણ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે.અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રના બંધારણના ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી શહેર સહિત વિજલપોરમાં પણ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી છે. નવસારી શહેરમાં વિવિધ સમાજ ધ્વારા નવસારી શહેરના રાજમાર્ગે ડો બાબા સાહેબની શોભાયાત્રા યોજવામાં આવશે.
નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નવસારી આદિવાસી ભાજપા મોરચા દ્વારા પ્રતિમાને પુષ્પવંદના કરી બાબા સાહેબનો સૂત્રોચ્ચાર કર્યા હતો.
આંબેડકર જન્મજયંતી
ભારતના અગ્રણી સમાજ સુધારકોમાંના એક, આંબેડકર ભારતની જાતિ વ્યવસ્થા દ્વારા સર્જાયેલી અસમાનતાઓ સામેની તેમની લડાઈ માટે જાણીતા છે. અનુસુચિતજાતિના પરિવારમાં જન્મેલા આંબેડકર તેમના સમુદાયના શોષણ અને ભેદભાવના સાક્ષી બનીને લોકોને પ્રેરણા આપી. બાબાસાહેબને ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બંધારણના ઘડવૈયા (Indian Constitution) અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. દેશ માટે તેમના યોગદાન માટે દર વર્ષે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે.
ડો. ભીમરાવ આંબેડકરના વિચારો
1. “મને તે ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે.”
2. “મહિલાઓએ જે ડિગ્રી હાંસલ કરી છે તેના દ્વારા હું સમુદાયની પ્રગતિને માપું છું.”
3. “જે લોકો ઈતિહાસ ભૂલી જાય છે તે ઈતિહાસ રચી શકતા નથી.”
4. “શિક્ષિત બનો, સંગઠિત બનો અને ઉત્સાહિત બનો.”
5. “ધર્મ માણસ માટે છે અને માણસ ધર્મ માટે નથી.”
6. “માણસ નશ્વર છે, તેવી જ રીતે વિચારો પણ નશ્વર છે. એક વિચારને પ્રચારની જરૂર છે, જેમ કે છોડને પાણી આપવું, નહીં તો સુકાઈ જાય છે અને મરી જાય છે.”
7. “એક મહાન માણસ પ્રતિષ્ઠિત માણસથી અલગ પડે છે,જ્યારે તે સમાજનો સેવક બનવા તૈયાર હોય છે.”
8. “સમાનતા એક કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને એક નિયમનકારી સિદ્ધાંત તરીકે સ્વીકારવી પડશે.”
9. “બુદ્ધિનો વિકાસ એ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.”
10. “માન્યતા કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તેમ છતાં તેને સંચાલક સિદ્ધાંત તરીકે સ્વીકારવું પડશે.”
નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નવસારી આદિવાસી ભાજપા મોરચા દ્વારા પ્રતિમાને પુષ્પવંદના કરી બાબા સાહેબનો સૂત્રોચ્ચાર કર્યા હતો.