રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નવસારી જિલ્લાની ધોલાઈ બંદર ની મુલાકાત લીધી 

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નવસારી જિલ્લાની ધોલાઈ બંદર ની મુલાકાત લીધી 

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી રાઘવજીભાઈ પટેલે નવસારીના ગણદેવી તાલુકાના ધોલાઈ બંદરની સ્થળ મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી વહેલી તકે નિરાકરણ લાવવાનું આશ્વાસન સાગરખેડૂઓને આપ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે , ધોલાઈ બંદરના વિકાસ માટે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા સ્થાનિક આગેવાનો દ્વારા સાગરખેડૂઓને પડતર પ્રશ્નોનો મારી સમક્ષ રજુ થયાં હતા. જે અન્વયે આજે ધોલાઈ બંદરની મુલાકાત લીધી છે. ધોલાઈ બંદરના વિકાસ માટે જરૂરી સુવિધાઓની વ્યવસ્થાઓ માટે ઝડપી ઉકેલ લાવવામાં આવશે જેથી સાગરખેડૂઓને કોઈ તકલીફ નહિ પડશે નહિ તેમજ તેઓની આવકમાં વધારો થાય તે દિશામાં આગળ વધીશુ.

તેમણે ઉમેર્યું કે , સાગરખેડૂતોના પ્રશ્નો ક્રમબદ્ધ રીતે ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. અને દક્ષિણ ગુજરાતમાં ધોલાઈ બંદર એ મહત્વનું બંદર બની રહેશે. જે બાબતે ઘટતુ કરવા મંત્રીશ્રીએ ખાત્રી આપી હતી.

 

આ મુલાકાત અવસરે વલસાડના સાંસદ ડૉ. કે.સી.પટેલ , ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ , નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા , અધિક કલેકટર કેતન જોષી , જિલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા તેમજ ગણદેવી તાલુકા વિકાસ અધિકારી અને ધોલાઈ બંદરના સ્થાનિક સાગરખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ધોલાઈ બંદરના સાગરખેડૂઓના પડતર પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : મંત્રી રાઘવજીભાઈ પટેલ

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *