
ગણદેવી અમલસાડ રોડ ઉપર ધમડાછા પાસે અંબિકા નદી ઉપર હાઈ લેવલ પુલ ખૂલ્લો મૂકાયો: પરિવહન સેવા સરળ બની
- Local News
- April 18, 2023
- No Comment
અંબિકા નદી ઉપર ડુબાઉ પુલ ૧૯૫૭ માં બાંધવામાં આવેલ હતો,જે સાંકડો અને લો લેવલ હોઈ પૂરના પાણીના કારણે ચોમાસામાં અનેક વખત ડૂબી જતો હતો. જેનાથી વાહનવ્યવહાર બંધ થવાના કારણે આ રસ્તા સાથે જોડાયેલા ૧૪ જેટલા ગામો ગણદેવી તાલુકા મથકથી વિખૂટા પડી જતા હતા. જ્યાં હવે રૂ.૩૬.૬૨ કરોડના ખર્ચે બનેલા હાઈ લેવલ પુલથી અમલસાડ, ધમડાછા, અજરાઈ, રહેજ, હાથીયાવાડી, સામારવાડી, તોરણગામ, તલિયારા, દેવધા, ઘંઘોર , કછોલી, કોલવા, સરી બુજરંગ, ભેંસલા એમ ૧૪ જેટલા ગામોની આશરે ૩૫૦૦૦ થી વધુ લોકોને પરિવહનમાં સરળતા ઊભી થશે.