નવસારી ડીસ્ટ્રીકટ વેટરન ક્રિકેટ એસોસિએશન ની અંદર 16 ટીમ ની પસંદગી કરાશે
- Sports
- April 20, 2023
- No Comment
બરોડા ક્રિકેટ એસોસીએસન દ્વારા નવસારી ના ક્રિકેટરો ને બી સી એ તરફથી BCCI ની મેચો અને IPL માં ભાગ લેવા માટે તકો મળે અને નવસારી જિલ્લા માં છુપાયેલું ક્રિકેટ ટેલેન્ટ બહાર આવે એવા ઉમદા હેતુ થી ડીસ્ટ્રીકટ ઇન્ટર કલબ અંડર 16 બે દિવસીય ઈન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ નારણ લાલા કોલેજ, નવસારી અને બીલીમોરા કોલેજ, બીલીમોરા ખાતે યોજાનાર છે જેમાં નવસારી ડીસ્ટ્રીકટ વેટરન ક્રિકેટ એસોસિએશન ની ટીમ ભાગ લેનાર છે જેમાં નવસારી ગાયકવાડી વિસ્તાર માં જન્મેલા અને 01-09-2007 થી 31-08-2009 સુધી માં જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. જે ખેલાડીઓ ભાગલેવા ઇચ્છતા હોઈ એમણે તા.22-4-2023 સુધીમાં ફરેદૂન મિર્ઝા 9427461888, મનહર ઢોડિયા 9824112557 ને પોતાના નામો નોંધાવવા ત્યાર બાદ ટીમની પસંદગી કરવામાં આવશે. વધુ માહિતી માટે ડૉ મયુર પટેલ 9825373111 પર સંપર્ક કરવો.