ગુજરાત રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર:નવસારી જિલ્લાનું 64.61 ટકા પરિણામ જાહેર થયું.

ગુજરાત રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર:નવસારી જિલ્લાનું 64.61 ટકા પરિણામ જાહેર થયું.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 66 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકાયું હતું.

ગુજરાત માધ્યમ શિક્ષણ બોર્ડ દ્વારા પહેલીવાર વોટ્સએપ નંબર ઉપર પણ પરિણામ આપવામાં આવ્યું છે.

આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયુ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામ ઓછુ આવ્યું છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66% આવ્યુ છે.

આ વર્ષે 83.22 % સાથે મોરબીનું સૌથી આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22 % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે. 90. 41 ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતુ કેન્દ્ર હળવદ બન્યુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર લીમખેડા 22 ટકા બન્યું છે.

આ વર્ષે રાજ્યમાં 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યુ છે. જ્યારે રાજ્યભરમાં 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી કુલ 76 શાળાઓ છે. અંગ્રેજી માધ્યમ શાળાઓનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમ શાળા નું પરિણામ 65.32 ટકા જાહેર થયુ છે. જ્યારે A ગ્રૂપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યુ છે. B ગ્રૂપના ઉમેદવારોનું 61.71 ટકા પરિણામ આવ્યુ છે. આ ઉપરાંત AB ગ્રૂપના ઉમેદવારોનું 58.62 ટકા પરિણામ જાહેર થયુ છે. આ વર્ષે ગેરરીતિના કુલ 35 કેસ સામે આવ્યા હતા.

નવસારી જિલ્લાની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4582 વિદ્યાર્થીઓએ પરીક્ષા ના ફોર્મ માં ભર્યા હતા.જેમાંથી 4,578 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ A1 ગ્રુપમાં બે વિદ્યાર્થીઓ જ્યારે A2 ગ્રુપમાં 81 વિદ્યાર્થીઓ B1 ગ્રુપ માં 224 વિદ્યાર્થીઓ જ્યારે B2 ગ્રુપ માં 452 વિદ્યાર્થીઓ c1 ગ્રુપમાં 796 વિદ્યાર્થીઓ માં C2 ગ્રુપમાં 990 વિદ્યાર્થીઓ D ગ્રુપમાં 410 વિદ્યાર્થીઓ અને E1માં 3 વિદ્યાર્થીઓ નીડ ઈમ્પ્રુરમેન્ટ એટલે કે (ના પાસ) થયેલ 1624 વિદ્યાર્થીઓ છે. નવસારી જિલ્લાનું પરિણામ 64.21% નોંધાવવા પામ્યુ છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *