નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામે ગતરાત્રીએ તીક્ષ્ણ હથિયાર વડે એક ઇસમની જાહેરમાં હત્યા કરાઈ
- Local News
- May 2, 2023
- No Comment
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામના અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા વિનય પટેલ ગતરાત્રી બાઈક પર જતાં હતા. તે દરમિયાન બાઇક પર આવેલા અજાણ્યા ઈસમો ધ્વારા તીક્ષ્ણ હથિયાર વડે વિનય પટેલને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

નવસારી જિલ્લામાં ગંભીર ગુનાઓ પ્રમાણ દિવસે ને દિવસે વધી રહેલા કિસ્સાઓ ને પગલે પોલીસ માટે પડકારરૂપ બની રહ્યા છે. ગતરોજ રાત્રે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામના કોલેજ સર્કલ પાસે અજાણ્યા ઈસમોએ વિનય પટેલ નામના યુવાનની જાહેરમાં હત્યા કરી થઈ જતા નવસારી જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામે કોલેજ સર્કલ પાસે વિનય પટેલ નામના 42 વર્ષે યુવક બાઇક ઉપર જતા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે જાહેરમાં માર મારી હત્યા કરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જાહેરમાં હત્યાકાંડ મૃતક એવા વિનય પટેલ ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

વિનય પટેલ જાહેરમાં હત્યા કરી આરોપી ફરાર થઈ જવાની ગંભીર ઘટનાને પગલે નવસારી જિલ્લા પોલીસ વડા સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને શહેરમાં નાકાબંધી કરી આરોપીઓને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લા પોલીસ ધ્વારા સોશિયલ ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાઓની મદદથી આરોપીઓની ઓળખ કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.

નવસારી જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાય એ ગુનાની ગંભીરતા પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા અન્ય પોલીસ વિભાગની જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરાઈ છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ વિનય પટેલની જાહેર હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા છે. ઘટના પગલે આરોપી શોધવા પોલીસ માટે પડકારરૂપ બન્યા છે.

વિનય પટેલ જાહેર માં હત્યા ની ધટનાની જાણ થતા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ થતા પરિવારજનોને શાંતાવના આપી હતી. પોલીસ અધિકારીઓને આ ગુનાના આરોપીઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા અને આરોપીઓ જલદી ધરપકડ થાય તેમણે જણાવ્યું હતું.