એબી સ્કુલ નવસારી પોતાની શૈક્ષણિક કૂચ અવિરત રાખે છે.
- Local News
- May 2, 2023
- No Comment
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલ બોર્ડ ધોરણ 12(વિજ્ઞાનપ્રવાહ) અને તેની સાથે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટ 2023 નું આજરોજ ઓનલાઇન એબી સ્કુલ પરિણામ જાહેર થયેલું છે.

સમગ્ર નવસારી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 2 વિદ્યાર્થીઓ છે જેમાંથી ગુપ્તા અંકિત વિનોદકુમાર 500 માંથી 454 ગુણ સાથે નવસારી જિલ્લામાં પ્રથમ રહી ને એબી સ્કુલનું તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે.તેમજ નવસારી જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર 81 વિદ્યાર્થીઓ છે. જેમાંથી 45 વિદ્યાર્થીઓ એબી સ્કુલ ના રહી નવસારી જિલ્લામાં એબી સ્કુલે દર વર્ષની જેમ પોતાનો દબદબો યથાવત રાખેલ છે.
આ સાથે બોર્ડ દ્વારા લેવાયેલ ગુજકેટ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ નવસારી જિલ્લામાં પટેલ પૂર્વાક એમ. એ 120 ગુણમાંથી 116.25 ગુણ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત ગુજકેટ માં 100 થી વધુ માર્કસ મેળવનાર 34 વિદ્યાર્થીઓ છે. આ સાથે ગુજકેટ અને બોર્ડ પરીક્ષામાં ટોપટેન એબી સ્કુલ ના 7 થી 8 વિદ્યાર્થીઓએ નવસારી જિલ્લામાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.

આ ઉપરાંત 29/04/2023 ના રોજ જાહેર થયેલ NIT/IIT અને ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ માં એડમીશન માટે લેવાતી JEE Main ની પરીક્ષાના પરિણામમાં એબી સ્કુલ ત્રણ વિદ્યાર્થીઓ માં પટેલ ઓમ 99.51 PR સાથે જિલ્લામાં પ્રથમ ગુપ્તા અનિકેત 99.37 PR સાથે જિલ્લામાં દ્વિતીય અને લાડ ક્રિષ્નમ 99.36 PR સાથે જિલ્લામાં તૃતીય ક્રમ મેળવી જિલ્લા Top Three માં રહી એબી સ્કુલનું ગૌરવ વધાર્યું છે તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે.
સિધ્ધી મેળવનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉત્તીર્ણ થતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ને શાળા પરિવાર આ સફળતા માટે હ્રદય પૂર્વક અભિનંદન પાઠવે છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.