
નવસારી જિલ્લા સહિત રાજયભરમાં અગામી પાંચ થી આઠ તારીખ દરમિયાન વન્યજીવોની વસતિ ગણતરી કરાશે: સાત વર્ષ બાદ વન્ય પ્રાણીઓ વસ્તી ગણતરી યોજાશે
- Local News
- May 3, 2023
- No Comment
ગુજરાતવન વિભાગ દ્વારા રાજ્યમાં દર પાંચ વર્ષે વન્યજીવોની ગણતરી કરવામાં આવે છે. જેમાં રીંછ, દિપડા, ઝરખ અને જંગલી બિલાડી, શિયાળ, ધોરખોદીયું વિગેરે અને તેમજ તૃણાહારી પ્રાણીઓનો હરણ,નીલગાય વિગેરે સમાવેશ થાય છે. પૂર્ણિમાના દિવસથી એક દિવસ અગાઉ અને પૂર્ણિમાના એક દિવસ પછી એમ ત્રણ દિવસ ગણતરી કરવામાં આવશે.
વન્ય વિસ્તારમાં હિંસક પ્રાણીઓની સંખ્યા જાણવા માટે ગણતરી હાથ ધરવામાં આવે છે. છેલ્લે વર્ષ 2016માં વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી યોજાઇ હતી. કોરોનાકાળમાં આ ગણતરી થઈ શકી ન હતી. જેનાં 7 વર્ષ ઉપર પુર્ણ થતા આ વર્ષે મે માસની 5મી મે થી 8મી મેના રોજ વન્યજીવો ની ગણતરી યોજાનાર છે. ગુજરાતનાં વન્ય વિસ્તારોમાં સહિત ગ્રામ્ય વિસ્તાર દિપડા,રીંછ,ઝરખ અને જંગલી બિલાડી અને શિયાળ સહિતના પ્રાણીઓ વન્ય વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે.
દર 5 વર્ષે તેમની સંખ્યા જાણવા માટે વન વિભાગ ગણતરીનું આયોજન કરાય છે. ગણતરી પૂર્વે તૈયારીના ભાગરૂપે તમામ વિસ્તારના સ્ટાફ દ્વારા પ્રાણીઓની અવરજવર, પાણીનાં સ્થળો, કૃત્રિમ સ્થળો પીવાના ઉપર પાણી ભરવાની શરૂઆત કરવામાં આવે છે. જેના કારણે પ્રાણીઓ પાણી પીવા ઉપલબ્ધતાના સ્થળ પ્રાણીઓના ધ્યાનમાં આવી શકે વૈજ્ઞાનિક ઢભે વન્યજીવો આ વસ્તી ગણતરી તેમની સંખ્યામા વધારો કે ધટાડો થયો તેનો અંદાજ મેળવી શકાશે.
નવસારી જિલ્લામાં પણ વન્યજીવો ગણતરી:નવસારી જિલ્લાની ખાસ વાત કરીએ તો સામાજિક વનીકરણ વિભાગ નવસારી ધ્વારા સુપા રેન્જ તથા ગણદેવી રેન્જ માં દિપડા ગણતરી સાથે જંગલી ભૂંડ,જંગલીબિલાડી,શિયાળ,ઝરખ જેવા અન્ય પ્રાણીઓ તેમજ તૃણાહારી પ્રાણીઓ જેમા હનુમાનલંગુર,માંકડુ જેવા અન્ય પ્રાણીઓની ગણતરી યોજાશે.
નવસારી જિલ્લા ચીખલી,ખેરગામ,વાંસદા પૂર્વ અને પશ્ચિમ નોર્મલ વન વિભાગ માં પણ હિંસક વન્ય પ્રાણીઓ તેમજ તુણાહારી પ્રાણીઓ વસ્તી ગણતરી યોજાશે.તેમજ વાંસદા નેશનલ પાર્ક માં પણ આ ગણતરી યોજાનાર છે.
આ ગણતરીમાં વનવિભાગના સર્કલના અધિકારી, કર્મચારી સહિત વન્યજીવો માટે બચાવ સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કામ કરતીએનજીઓ સંસ્થા અને વન્યપ્રેમીઓ સહિત નવસારી એગ્રીકલ્ચર ના ફોરેસ્ટ્રી વિભાગમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પણ આ ગણતરીમાં જોડાશે.
આ વન્યજીવો ગણતરી માટેની સ્ટાફ તથા એન.જી.ઓ જરૂરી માર્ગદર્શન તેમજ ટ્રેનિંગ અપાઈ છે. આ ત્રણ દિવસ ચાલનારી ગણતરી તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જો કે હવે કયાં પ્રાણીની સંખ્યામાં કેટલો વધારો કે ધટાડો થયો છે ? તે તો આ વર્ષની પ્રાણીઓની વસતિ ગણતરીના આંકડા રાજ્ય સરકાર જાહેરાત બાદ આવ્યા બાદ જ ખ્યાલ પડશે.