
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ધ્વારા સહયોગીઓ અભિવાદન સમારોહ યોજાયો.
- Local News
- May 3, 2023
- No Comment
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા સોલાર પ્લાન્ટ અર્પણ કરનાર સખાવતી સહિત ગાયત્રી પરિવારના દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિ તથા સંસ્કાર ટ્રસ્ટના અલ્પાહાર વેચાણ ઉત્પાદનમાં કાર્યરત મહિલાઓનું અભિવાદન થયું.
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરે છે આ ટ્રસ્ટમાં રૂપિયા 11 લાખના ખર્ચ છે સોલાર પ્લાન્ટ અર્પણ કરનાર ભારતીબેન સુર ચંદ ઝવેરી અને તેમના પ્રતિનિધિ પરિવાર ગૌતમ દેસાઈ,ગીતાબેન,આરતીબેન, પ્રદીપભાઈ વિગેરેને પ્રમુખ જીગ્નેશ દેસાઈ તથા હાર્દિક નાયક ના હસ્તે અભિવાદન થયું હતું.
નવસારી ગાયત્રી પીઠના પ્રમુખ અને પ્રતિભાવાન અનાવિલ એવા ખડસાડના વતની હિતેન્દ્રભાઈ દેસાઈને ગાયત્રી પરિવારના આગામી શતાબ્દી મહોત્સવ માટે નવસારી,વલસાડ,ડાંગ,દમણ સેલવાસ વિગેરના મુખ્ય પ્રતિનિધિ તરીકેની વરણી થતા તેમનું વિશિષ્ટ બહુમાન અનાવેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે મહિલા ગૃહ ઉદ્યોગમાં કાર્ય અલ્પાહાર ઉત્પાદન અને વેચાણ કરતા 18 બહેનોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આરંભે પ્રમુખ જીગ્નેશ રમેશચંદ્ર દેસાઈ દ્વારા સ્વાગત મંત્રી હાર્દિક નાયક દ્વારા પ્રાસંગિક ભૂમિકા અને ઉપપ્રમુખ રવિન દેસાઈએ સંચાલન કર્યું હતું.