થાલા ગામે જાહેરમાં હત્યા કરનારા ત્રણ આરોપી ઝડપાયા: પોલીસે ધટના સ્થળ ઉપર જઈ  રીકન્સ્ટ્રક્શન કર્યું

થાલા ગામે જાહેરમાં હત્યા કરનારા ત્રણ આરોપી ઝડપાયા: પોલીસે ધટના સ્થળ ઉપર જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું

નવસારીના ચકચારી વિનય હત્યાકાંડ પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પાલનપુર અને કલોલ થી પકડાયેલા આરોપીઓની ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શનની કામગીરી કરી પુરાવા એકત્રિત કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.આરોપીઓની ધરપકડના 24 કલાક બાદ પણ પોલીસ હત્યાનું કારણ જાણી શકી નથી 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કોલેજ સર્કલ પાસે થાલા ગામના અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા વિનય પટેલ રવિવારે રાત્રે બાઈક પર જતાં હતા. તે દરમિયાન બાઇક ઉપર આવેલા અજાણ્યા ઈસમો ધ્વારા તીક્ષ્ણ હથિયાર વડે વિનય પટેલને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતક વિનય પટેલ

ચીખલી નજીકના થાલા ગામે રવિવારે સાંજે થાલા નહેર નજીક  આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનલ પટેલ ઉપર ત્રણ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારો વડે જાહેરમાં હુમલો કરી માર મારી હત્યા કરી હતી. ધટના જાણ થતા નવસારી જિલ્લા પોલીસ વડા સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસે નાકાબંધી બંદોબસ્ત ગોઠવી આરોપીઓને પગેરૂ શોધવા સોશિયલ ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાઓની મદદથી ચક્રો ગતિમાન કર્યા બાદ ગણતરીના કલાકમાં ત્રણ આરોપીઓ એવા વશિષ્ઠ પટેલ,અને રાહુલ રબારી પાલનપુર અને જીજ્ઞેશ પરમારની કલોલથી ધરપકડ કરી છે.આજે સવારે ત્રણેય આરોપીઓ સાથે રાખીને DYSP ,PI, PSI સહિત 50 થી વધુ પોલીસની હાજરીમાં કોલેજ સર્કલ પાસે આરોપીઓ દ્વારા જે સ્થળે હત્યા કરવામાં આવી હતી તે જગ્યા ઉપર રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

તેમજ હત્યામાં વપરાશ લેવાયેલ હથિયાર સહિતના અન્ય પુરાવા ભેગા કરી શકાય તેમજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ હજુ હત્યાનું મુખ્ય કારણ પોલીસ શોધી શકી નથી.

રવિવારે થયેલા હત્યા પ્રકરણમાં પોલીસે ગણતરી કલાકના અંતે આરોપીની શોધખોળ કર્યા બાદ આજે તેમની ધરપકડ બતાવીને ત્રણે આરોપીના ઘટના સ્થળે લઈ જઈ હત્યા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમ છતાંય મૃતક વિનય પટેલના પરિજનોએ મુખ્ય આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે જેને લઈને પોલીસ વહેલી તકે પૂછપરછ કરીને મુખ્ય આરોપી સુધી પહોંચવાની કામગીરીમાં જોતરાયું છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *