વાંસદા તાલુકાના પીપલખેડ ગામના ગીતાબેન પ્રાકૃતિક ખેતી થકી આવકમાં વૃધ્ધિ મેળવે છે
- Local News
- May 7, 2023
- No Comment
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામના રહેવાસી ગીતાબેન પ્રવિણભાઇ પઢેર ચાર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ આત્મા પ્રોજેકટની તાલીમ થકી આંબાની વિવિધ જાતની કેસર, દશેરી, રાજાપુરી, લંગડો, હાફૂસ જેવી કેરીઓની બાગાયતી ખેતી કરે છે.

ગીતાબેન પઢેર જણાવે છે કે આ ઓર્ગેનિકથી તૈયાર થયેલી કેરીની ખૂબ જ માંગ છે. વેપારીઓ અને જાણકારો તથા સ્વાસ્થ્ય અંગે કાળજી લેતા લોકો સીધા જ અમારા ખેતરે આવીને બહોળા પ્રમાણમાં કેરીઓ લઇ જાય છે. જેથી અમારો પરિવહન ખર્ચ તથા બજારમાં પહોંચાડવાનો સમય પણ બચે અને સરવાળે અમને જે વળતર મળે છે એમાં નફાનો ગાળો વધે છે. અને આમ ત્વરિત અને સ્થાનિક જગ્યાએથી વેચાણ થવાથી પોષણક્ષમ ભાવ મળી રહેવાથી એક ખેડૂત તેમજ વેપારી તરીકે અમને આ કેરીઓની બાગાયતી ખેતી લાભકર્તા છે. સાથે, આ કેરીઓ આરોગનારને પણ આરોગ્યની દ્રષ્ટિએ તથા સ્વાદને અનુલક્ષીને પણ ઘણી ફાયદાકારક છે.

ગીતાબેન જેવા અનેક ઉદ્યમી અને મહેનતું ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહયાં છે. અને જેની સર્વાંગીક સફળતાઓ સૌને ચાખવા મળે છે.