
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાન નું આયોજન
- Local News
- May 29, 2023
- No Comment
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાની માં કેન્દ્રની સરકારના નવ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 30 મેથી 30 જૂન સુધી જન સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ઉપલબ્ધિઓ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 30 મે થી 30 જૂન સુધી સમગ્ર જિલ્લામાં સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલજી ની સાથે ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સમગ્ર જિલ્લામાં લોક સંપર્ક કરશે.
30 મે થી 30 જુન દરમિયાન વિકાસતીર્થ ,લાભાર્થી સંમેલન વેપારી સંમેલન ,પ્રબુદ્ધ સંમેલન સંયુક્ત મોરચા સંમેલન, યોગ દિવસ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ની શક્તિ કેન્દ્ર સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ, વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે ભોજન અને વાર્તાલાપ, ઘર ઘર સંપર્ક અને વિશાળ જનસભા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જિલ્લાના ધારાસભ્યો જિલ્લાના હોદ્દેદારો સહિતના કાર્યકરો સમગ્ર જિલ્લામાં બુથ સુધી લોકો સંપર્ક કરી કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓ ની માહિતી આપશે. આ અંગેની માહિતી આપવા માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, ઉપપ્રમુખ જીગરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા