ગુજરાત રાજય બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: આવતીકાલે સવારે પરિણામ જાહેર થશે

ગુજરાત રાજય બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: આવતીકાલે સવારે પરિણામ જાહેર થશે

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આ પરિણામ તમે ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પરથી જાણી શકાશો અથવા તો વોટ્સએપ નંબર પર પણ પરિણામ જાણી શકો છો.

ગુજરાત રાજય માં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ લેવાઈ હતી. ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ હવે રાજ્યભરમાં આતુરતાપૂર્વક ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલે એટલે કે 31 મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યભરના આશરે 4.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી

વોટ્સએપ પર આ રીતે જોઇ શકશો

Whatsapp પર પરિણામોનો પહેલો પ્રયોગ સફળ રહ્યો હતો જેથી આ પરિણામમાં પણ whatsapp પદ્ધતીનો ઉપયોગ કરાશે. એટલે કે જેઓ પરિણામ લેવા જવા માટે કેન્દ્ર પર જવા માટે સક્ષમ નથી અથવા તો ભીડભાડ વગર શાંતિથી પરિણામ લેવા કેન્દ્ર ઉપર જવા માંગે છે તેઓ પ્રાથમિક પરિણામ તો તાત્કાલિક તો whatsapp દ્વારા જાણી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં. 63573 00971 પર સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

SMSથી પણ જાણી શકાશે પરિણામ

આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *