
નવસારી જિલ્લાના અનાવિલ પરિવારની અનોખી પરંપરા જાળવી રાખી માતા બાદ પુત્ર અને પુત્રીએ પણ દેહદાન કર્યું
- Local News
- May 30, 2023
- No Comment
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રહેવાસી ઈરાવતી બહેન રણછોડજી દેસાઈ પરિવારજનોએ દેહદાનની પરંપરા ને વયોવૃદ્ધ અને વયોવૃદ્ધ પુત્રીએ પણ દેહદાનના ધર્મને જાળવી રાખ્યો છે.
ચીખલીના હવેલી મહોલ્લા ખાતે રહેતા ઇરાવતીબેન રણછોડજી દેસાઈ નું 23 વર્ષ પહેલા 2000 ની સાલમાં મૃત્યુ થતાં સદગતની ઈચ્છા અનુસાર પરિવારજનોએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે દેહદાન કર્યું હતું.ત્યારબાદ ઈરાવતી બહેનના વયસ્ક પુત્ર વિનોદરાય રણછોડજી દેસાઈ નું વર્ષ 2021 ની સાલમાં અવસાન થતા ફરીથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે સદ્દગત ની ઈચ્છા અને પરિવારની અનોખી પરંપરા અનુસાર દેહદાન ના ધર્મને જાળવી રાખ્યો હતો.
ગઈકાલે તારીખ 29 5 2023 ના રોજ આ જ પરિવારની વયો વૃદ્ધ પુત્રી એવા હંસાબેન સુમંત્ રાય દેસાઈ ઉંમર 97 નું અવસાન થતાં સદ્ગતની ઈચ્છા અને પરિવારની પરંપરા અનુસાર નવસારીની મેડિકલ કોલેજ ખાતે નવસારી પ્રદેશમાંથી પ્રથમવાર દેહદાન કરવામાં આવ્યું હતું.
નવસારી મેડિકલ કોલેજ આટ ગામ ખાતે મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર ડોક્ટર પંડિત અને એને ટોમીના હેડ પ્રોફેસર ડોક્ટર ભદ્રેશ વાઘેલાએ હંસાબા નું દેહદાન સ્વીકારી ઉપસ્થિત પરિવારજનો એવા નિકેત દેસાઈ એડવોકેટ સમીર દેસાઈ વિગેરે પ્રત્યે અહોભાવ અને સદગત અને શાંતિ મળે એવી પ્રાર્થના અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રામનગર એરુ ખાતે રહેતા નિકેતના દાદી પિતા અને ફુઈ એમ ત્રણ જણ નું દેહ દાન આ પરિવારે કર્યું છે ગઈકાલે દેહદાન કરનાર કરનાર હંસાબા જાણીતા એડવોકેટ સમીર કાંતિલાલ દેસાઈ ની મોટી બેન સ્મિતા નિરંજન દેસાઈ અને દેવાંગ દેસાઈના માતૃશ્રી છે.
આજે પહોંચેલા દેવાંગ દેસાઈ અને આ પરિવારના નિકેત દેસાઈએ અમારી જોડે વાતચીતમાં જણાવ્યું કે આ પરિવારની પરંપરા અમે દેહદાનનો ધર્મ નિભાવી જાળવી રાખી છે નિરંજન દેસાઈના અમેરિકા સ્થિત સંતાનો રિશીન,સોહમ અને રોમા તથા અમેરિકા સ્થિત દેવાંગ દેસાઈની પુત્રી તુલસી એ પણ અમારા પરિવારના માતૃશ્રી એ દેહદાન દ્વારા ધર્મ નિભાવ્યો એમ શાંતિ પ્રાર્થના કરી હતી.